ETV Bharat / city

રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે 797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મંજૂરી

રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે રૂપિયા 797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મંજૂરી આપી છે. જેના કારણે વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની સરહદને અડીને ડુંગરાળ વિસ્તારમાં વસેલા કપરાડા-ધરમપૂરના 37 આદિજાતિ ગામોની 34 હજાર એકર જમીનને લિફ્ટ ઇરીગેશનનો લાભ મળશે. આ ઉપરાંત દમણગંગા જળાશય યોજનામાંથી પાણી લિફ્ટ કરીને જમણા કાંઠા મેઇન કેનાલ દ્વારા 163 કિ.મી પાઇપ લાઇન નેટવર્કથી પાણી અપાશે.

રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે 797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મંજૂરી
રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે 797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મંજૂરી
author img

By

Published : Jun 20, 2021, 4:38 PM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી
  • આદિજાતિ લોકો વધુ ખેતી કરીને આર્થિક સમુદ્ધિ તરફ વળશે
  • 37 આદિજાતિ ગામોની 34 હજાર એકર જમીનને મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતના દક્ષિણ પ્રદેશમાં વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની સરહદે આવેલા અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ધરમપૂર અને કપરાડાના વનબંધુઓને સિંચાઇ અને પીવાના પાણી માટેની બહુહેતુક 797 કરોડ રૂપિયાની લિફ્ટ ઇરીગેશન ઉદવહન સિંચાઇ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વનબંધુ વિસ્તારોમાં ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિજાતિ લોકો વધુ ખેતી પાક લઇ આર્થિક સમુદ્ધિ તરફ વળે તેમજ પીવાના પાણીની અછત પણ દૂર થાય તેવી સંવેદના દર્શાવી છે.

દમણગંગા જળાશયમાંથી લિફ્ટ ઇરીગેશન દ્વારા પાણી આપવામાં આવશે

વલસાડ જિલ્લાના આ બે કપરાડા અને ધરમપૂર તાલુકા દમણગંગા જળાશયની ઉત્તર દિશાએ વસેલા છે. રાજ્યમાં અહીં વધુ વરસાદ પડતો હોવા છતાં ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે આ વિસ્તારમાં કોઇ જળસંગ્રહ સંશાધનો નથી. એટલું જ નહીં, ભૌગોલિક કારણસર હજુ પણ પિયત સુવિધાથી આ વિસ્તારો વંચિત છે અને ઉનાળામાં પીવાના પાણીની પણ અછત આ વિસ્તારમાં વર્તાય છે. આ બેય તાલુકાઓ ડુંગરાળ હોવાથી નહેરનું પાણી ત્યાં પહોચાડવું શક્ય નથી તેમજ દમણગંગા જળાશયની નહેર પણ અહીંના નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થાય છે. જેથી દમણગંગા જળાશયમાંથી લિફ્ટ ઇરીગેશન દ્વારા પાણી આપવાની આ સૂચિત કાર્ય યોજનાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યપ્રધાને આપી છે.

નદીઓ પુર્નજીવિત થવાથી 1730 એકર જમીનને સિંચાઇનો લાભ મળશે

આ લિફ્ટ ઇરીગેશન યોજનાની સંભવિત પથરેખામાં વલસાડ જિલ્લાની ત્રણ મોટી નદીઓ કોલક, પાર અને તાન નદી ક્રોસ કરવાની થશે. આ નદીઓ પર અંદાજે 9 મોટા ચેકડેમ અને તેની પ્રશાખાઓ પર આશરે સાત નાના ચેકડેમ મળી કુલ 16 ચેકડેમમાં પાઇપલાઇનથી પાણી ભરવામાં આવશે. જેના પરિણામે આ નદીઓ પુર્નજીવિત થવાથી 1730 એકર જમીનને આ ચેકડેમથી સિંચાઇનો લાભ પણ મળતો થશે. સમગ્રયતા આ ઉદવહન સિંચાઇ યોજના થકી કપરાડા-ધરમપૂરના મળીને 37થી વધુ ગામોની 34180 એકર જમીનને સિંચાઇ સવલતો અને હજારો વનબંધુ ગ્રામીણ પરિવારોને પીવાનું શુદ્ધ પાણી મળશે.

14 જિલ્લાના 54 તાલુકામાં પીવાના પાણીની સમસ્યાઓનું નિવારણ થશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના 14 વનબંધુ જિલ્લાના 54 તાલુકામાં ઊંચાઇવાળા લેવલે કે ડુંગરાળ પ્રદેશમાં વસેલા ગામો-વિસ્તારોના વનબાંધવો માટે સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાનું નિવારણ લાવવાનો આગવો વ્યૂહ અપનાવ્યો છે. મુખ્યપ્રધાને આ વિસ્તારોમાં પાણી માટેની સમસ્યા વારંવાર ઉપસ્થિત થતી હોવાથી તેના નિરાકરણ માટે સંવેદનશીલ અભિગમ અપનાવીને વર્ષ 2016થી 2020ના 4 વર્ષ દરમિયાન નાની સિંચાઇ યોજનાઓ, હાઇ લેવલ કેનાલ, નાના માટે ચેકડેમો, લિફ્ટ ઇરીગેશન સ્કીમ એટલે કે ઉદવહન સિંચાઇ યોજનાના કામો મોટાપાયે હાથ ધરવા સંબંધિત વિભાગોને મુખ્યપ્રધાને પ્રેરિત કર્યા છે.

5,43,067 એકર જમીનમાં સિંચાઇની સવલત પૂરી પાડવાની નેમ રાખી

રાજ્યના 14 વનબંધુ જિલ્લામાં 54 તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા વનબંધુઓને સિંચાઇના પાણી તથા પીવાના પાણીની ઉપલબ્ધી માટે 4 વર્ષમાં રૂપિયા 6642 કરોડના માતબર ખર્ચે નાની માટે 1644 યોજનાઓ મારફતે કુલ 5,43,067 એકર જમીનમાં સિંચાઇની સવલત પૂરી પાડવાની નિર્ણાયકતા દર્શાવતા આદિજાતિ કલ્યાણની નેમ રાખી છે. જેમાં મુખ્યત્વે 13 મોટી ઉદવહન સિંચાઇ યોજનાઓ, 344 લિફ્ટ ઇરીગેશન સ્કીમ, 238 નાની મોટી સિંચાઇ યોજનાઓ, 432 નાના મોટા ચેકડેમો તેમજ 617 અનુશ્રવણ તળાવો દ્વારા વનબંધુ વિસ્તારોની 5,43,067 એકર જમીનને સિંચાઇનો લાભ પહોચાડવાની વિવિધ યોજનાઓ પ્રગતિમાં કે પૂર્ણતાના તબક્કે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.