ETV Bharat / city

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટનું 67 ટકા કામ પૂર્ણ - Gujarat Legislative Assembly

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી અન્વયે વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. ત્યારે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 34 કિલોમીટરમાં આશરે 67 ટકા કામ પૂર્ણ થયું છે. આ રેલ પ્રોજેક્ટનું 2022 સુધીમાં કામ પૂર્ણ કરી દેવામાં આવશે.

ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભા
author img

By

Published : Mar 17, 2021, 7:51 PM IST

  • અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલનું અત્યારસુધીમાં 67 ટકા કામ થયું પૂર્ણ
  • 2022 સુધીમાં કામ પૂર્ણ કરી દેવામાં આવશે
  • 18 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે બુધવારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી બાબતે અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન કર્યો હતો. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી અન્વયે પ્રથમ તબક્કાનું કામ 2018 સુધી પૂર્ણ કરવાનું આયોજન હતું, તે કામગીરી 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ કયા તબક્કે પહોંચી છે. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 34 કિલોમીટરમાં આશરે 67 ટકા કામ પૂર્ણ થયું છે.

અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-1ની કુલ લંબાઈ 40.03 કિલોમીટર

અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-1ની કુલ લંબાઈ 40.03 કિલોમીટર છે. જેમાં 6.5 કિલોમીટરની એક લાઈન માર્ચ 2019 અગાઉ કાર્યરત કરવામાં આવી હતી. જ્યારે, બાકીની 33.33 કિલોમીટરની કામગિરી હાલમાં ચાલી રહી છે. જે ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેવી માહિતી વિધાનસભા ગૃહમાં આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ મેટ્રો ફેઝ-2નું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત, 2024 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે : મેટ્રો MD અમિત ગુપ્તા

અમદાવાદ-ગાંધીનગરનાં રહેવાસીઓને થશે લાભ

અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 માં ગાંધીનગર સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે. જે અમદાવાદ અને ગાંધીનગરને જોડશે. અમિતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ મેટ્રો ટ્રેન થી 8 લાખથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે, ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરના રહેવાસી સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકશે. તેમજ અનેક જગ્યાએ મહત્વના સ્ટેશનો પણ રાખવામાં આવ્યાં છે. અમદાવાદ મોટેરાથી જૂની સચિવાલય સુધી પણ સરકારી કર્મચારીઓને આવવા-જવા માટે સરળતા રહેશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના 22 કિલોમીટર લાંબી મેટ્રો લાઈન બનશે

વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં જે તબક્કાને મંજૂરી આપી છે, તેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના 22 કિલોમીટર લાંબી મેટ્રો લાઈનનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં તેને સરદાર વલ્લભભાઈ પટેલ અંતરરાષ્ટ્રીય વિમાનમથક સાથે જોડવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા તબક્કામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી GNLUથી ગ્રીન સિટી સુધી તે એલિવેટેડ સ્ટેશન સાથે કોરિડોર 2 ની લંબાઈ 5.4 કિલોમીટર છે, આ અમદાવાદનો બીજા તબક્કાનો મેટ્રો ફેઝ 2 ગ્રીન કોરિડોર તરીકે પણ ઓળખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.