- દિવાળી બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો
- છેલ્લા 24 કલાકમાં 42 પોઝિટિવ કેસ નોંઘાયા
- 35 દર્દીઓ કોરોનાને આપી માત
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ જૂન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસ ઓછા થયા હતા અને કોરોના સંક્રમણ કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી. જો કે હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે, ત્યારે નવેમ્બર માસની 10 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન વડોદરા (Vadodara), સુરત, અમદાવાદ, જામનગર અને રાજકોટ (Rajkot)માં કોરોનાના કેસ નોંધાયા છે.
7 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ
બીજી તરફ 33 જિલ્લામાંથી ફક્ત 7 - વલસાડ, જૂનાગઢ, મોરબી, આણંદ, ભરૂચ, ગિરસોમનાથ કચ્છ અને તાપી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 42 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 5 કોર્પોરેશન બરોડા, અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના પોઝિટિવના કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક પણ દર્દીને રજા આપવામાં આવી નથી.
આજે 4,09,727 નાગરિકો વેક્સિન આપવામાં આવી
નવા વર્ષની ઉજવણીમાં રસીકરણ ખૂબ જ ધીમુ જોવા મળ્યું હતું, ત્યારે આજે 10 નવેમ્બરના રોજ રાજ્યમાં કુલ 4,09,727 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે. 18 વર્ષથી વધુ વયના 26,995 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો, જ્યારે 2,76,279 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 7,28,73,785 ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 215
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે વર્તમાનમાં રાજ્યની અંદર કોરોનાના કુલ 215 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 08 વેન્ટિલેટર પર અને 207 દર્દીઓ સ્ટેબલ છે. કોરોનાના કારણે 10,090 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,521 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો: ધાડપાડુઓ સામે GUJCTOC હેઠળ પ્રથમ ગુનો નોંધાયો, કોર્ટે ખજૂરિયા ગેંગના 3 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 350 કરોડથી વધુની કિંમત હોવાની માહિતી