ETV Bharat / city

ગુજરાતમાં 4,12,000 બેરોજગાર, શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી - વિધાનસભા ન્યૂઝ

ગુજરાત વિધાનસભાના બજેટ સેશનમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. આ દરમિયાન રાજ્યમાં બેરોજગારો અને તેમને આપવામાં આવેલી રોજગારી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેનો સરકારે જવાબ આપ્યો છે.

શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી
શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી
author img

By

Published : Mar 6, 2021, 2:35 PM IST

  • રાજ્યમાં 3,92,418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર
  • કુલ 4,12,985 બેરોજગારો
  • 2 વર્ષમાં માત્ર 1,777 બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સેશનમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. જેમાં બેરોજગારી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલમાં સરકારે જણાવ્યુ કે, રાજ્યમાં 3,92,418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ 4,12,985 બેરોજગારો નોંધાયા છે, જ્યારે બે વર્ષમાં 1,777 બેરોજગારોને માત્ર સરકારી નોકરી આપવામાં આવી છે. 2 વર્ષમાં રાજ્યમાં મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને 15 જિલ્લામાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્ય સરકારે બજેટમાં 22 લાખ લોકોને રોજગારી આપવાનો પણ દાવો કર્યો છે.

શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી
બેરોજગારી અને રોજગારીની માહિતી

અમદાવાદમાં 30,000 કરતાં વધુ શિક્ષિત બેરોજગાર

રાજ્યમાં 3,92,418 શિક્ષિત બેરોજગાર સરકારી ચોપડે નોંધાયેલા છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 30,192 શિક્ષિત બેરોજગાર લોકો સરકારી ચોપડે નોંધાયેલા છે, જ્યારે આણંદ જિલ્લામાં 23,439, રાજકોટમાં 19,794, સુરતમાં 17,966, મહેસાણામાં 17,888, ખેડામાં 17,672 શિક્ષિત બેરોજગાર છે. અર્ધ શિક્ષિત બેરોજગાર જોઇએ તો અમદાવાદમાં 34,063 અને આણંદ જિલ્લામાં 24,136 અર્ધ શિક્ષિત બેરોજગાર છે.

ભાવનગરમાં સૌથી વધુ સરકારી રોજગારી આપવામાં આવી

ભાવનગર જિલ્લામાં ગત 2 વર્ષમાં સૌથી વધુ 276 લોકોને સરકારી રોજગારી આપવામાં આવી છે, જ્યારે મહેસાણાં 248, બનાસકાંઠામાં 180, ગીર સોમનાથમાં 173 અને અરવલ્લી જિલ્લામાં 150 લોકોને સરકારી રોજગારી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ વિધાનસભામાં ચર્ચા દરમિયાન પક્ષ-વિપક્ષ આમને સામને

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.