ETV Bharat / city

Gujarat Corona Update: 24 કલાકમાં 40 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસ 156 - અમદાવાદમાં કોરોના કેસો

રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસો (Corona Cases In Gujarat) વધી રહ્યા છે. જે કેસો દિવાળી પહેલા 30ની નીચે આવતા હતા એ કેસો છેલ્લા 2 દિવસથી 40 કે તેનાથી વધુ સંખ્યામાં આવી રહ્યા છે. આજે 11 નવેમ્બરના રોજ છેલ્લા 24 કલાકની અંદર કોરોના પોઝિટિવ કેસો (Corona Positive Cases) 40 નોંધાયા છે. તો 21 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

Gujarat Corona Update: 24 કલાકમાં 40 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસ 156

author img

By

Published : Nov 11, 2021, 10:36 PM IST

Updated : Nov 18, 2021, 3:03 PM IST

  • છેલ્લા કેટલાક સમયથી મૃત્યુ દર ઘટ્યો
  • રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો
  • અમદાવાદમાં કોરોના કેસોએ ચિંતા વધારી

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Health Department Gujarat) દ્વારા 11 નવેમ્બરના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી એ મુજબ છેલ્લા 24 કલાકમાં 40 પોઝિટિવ કેસ (Corona Positive Cases) નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસોની આ સ્થિતિ ચિંતાજનક છે. નવેમ્બર માસમાં અગાઉના મહિના કરતા કોરોના કેસોમાં વધારો થયો છે.

અમદાવાદમાં કોરોના કેસોમાં ઉછાળો

કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ અમદાવાદમાં અચાનક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. જે કોરોના કેસો 3થી 5 આવતા હતા તે 4 ગણા વધ્યા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 14 કેસો નોંધાયા છે. જ્યારે રાજ્યમાં હાલમાં 234 એક્ટિવ કેસો અને 07 દર્દી વેન્ટિલેટર પર છે. રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું નથી. અમદાવાદ ઉપરાંત વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3 કેસો નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ 234 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 227 કેસો સ્ટેબલ છે, જ્યારે વેન્ટિલેટર 07 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 10,090 દર્દીના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે કુલ 8,16,542 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આજે 4,57,767 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું

રાજ્ય સરકારની યાદી મુજબ આજે 11 નવેમ્બરના રોજ 4,57,767 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવા તરફ રાજ્ય સરકારનો પ્રયાસ છે, ત્યારે આજે મોટી સંખ્યામાં રસીકરણ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં પહેલા ડોઝ ટાર્ગેટ પ્રમાણેથી વધી ગયા છે, તો બીજા ડોઝ લેનારની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધી 7,33,31,552 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં વધારો, રાજકોટમાં ત્રણ દિવસમાં 8 કોરોનાના પોઝિટિવ કેસ

આ પણ વાંચો: "કહી ડ્રગકા ખેલ ગુજરાત સે તો નહીં ચલ રહા?" EDના દરોડા પડતા નવાબ મલિકે ઉધડો લીધો

Last Updated : Nov 18, 2021, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.