ETV Bharat / city

3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે: જીતુ વાઘાણી - જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત

શિક્ષણપ્રઘાન જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્વની જાહેરાત(Education Minister Jitu Waghani made a big announcement) કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે(3300 academic assistants will be recruited), તેમજ ડિપ્લોમા કમ્યુનિકેશનનો અને ICTનો નવો કોર્ષ ચાલું કરવામાં આવશે.

3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે: જીતુ વાઘાણી

author img

By

Published : Jan 11, 2022, 5:48 PM IST

Updated : Jan 11, 2022, 8:13 PM IST

ગાંધીનગર : આજે શિક્ષણ પ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્વની જાહેરાતો કરતા જણાવ્યું(Education Minister Jitu Waghani made a big announcement) હતું કે, આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે(3300 academic assistants will be recruited), તેમજ ડિપ્લોમા કમ્યુનિકેશનનો અને ICTનો નવો કોર્ષ પણ ચાલું કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી એક પણ વિદ્યાર્થીને ટેબ્લેટનું વિતરણ કરાયું નથી તે માટે તેમને મીડિયા સમક્ષ વિદ્યાર્થીઓની માફી માંગી હતી અને ખત્રી આપતા જણાવ્યું હતું કે આગામી ટૂંક સમયમાં ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે.

3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે: જીતુ વાઘાણી

3300 શિક્ષકોની કરાશે ભરતી

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોની ભરતીની માંગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે, તેને ધ્યાનમાં લઈને આજે શિક્ષણ પ્રધાને 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી જાહેરાત કરી હતી. જેમાં ધોરણ ૧થી ૫ માં 1,300 અને ૬થી ૮ માં 2,000 જેટલા વિદ્યાસહાયકોની આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં સત્તાવાર નોટીફીકેશન જાહેર કરાશે. સરકારી નોકરીમાં ભરતી માટે દિવ્યાંગતાની ટકાવારી ૩ ટકાથી વધારીને ચાર ટકા કરવામાં આવી છે.

ટેબ્લેટ વિતરણ બાબતે આપી જાણકારી

શિક્ષણ પ્રધાને પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી ટેબલેટમાં ટેકનિકલ ક્ષતિના કારણે વિદ્યાર્થીઓને ટેબ્લેટ પ્રાપ્ત થઈ શક્યા ન હતા, આ બાબતે ખાસ રિસર્ચ કરવામાં આવ્યું અને કંપનીઓને ટેબ્લેટ પાછા આપવામાં આવ્યા હતા, જ્યારે જે ટેકનીકલ વિષયો હતા તે હવે સોલ્વ થઈ ગયા છે, જેથી આવનારા સમયમાં આવા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ન ઉદ્દભવે તે માટે 20,000 ટેબલેટના લોટ માંથી એક ટેબ્લેટનું સિલેક્શન કરીને ટેકનીકલ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જ વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે.

ડિપ્લોમા કમ્યુનિકેશનનો અને ICTનો નવો કોર્ષ ચાલું કરવામાં આવશે

શિક્ષણ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ વિભાગે 8 સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી નો નવો અભ્યાસ શરૂ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં અમરેલી, મોરબી, રાજકોટ, પાલનપુર, સુરત, ગાંધીનગર તથા અમદાવાદમાં પણ આ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat Board Exam Date : સરકારે બોર્ડની પરીક્ષાથી લઈને નવા સત્રની તારીખોની કરી જાહેરાત, જાણો એક ક્લિક પર...

આ પણ વાંચો : વર્લ્ડ બેંકની મિશન ટીમ ચાર દિવસ માટે રાજ્યની મુલાકાતે, શિક્ષણ પ્રધાન સાથે કરી મુલાકાત

Last Updated : Jan 11, 2022, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.