ETV Bharat / city

31st Celebration 2021: ગાંધીનગરના તમામ પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત, વાહનો અને ફાર્મ હાઉસમાં થશે ચેકિંગ - ગાંધીનગરમાં નાઇટ કર્ફ્યુ

31st ડિસેમ્બર (31st Celebration 2021)ને લઇને ગાંધીનગરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ (gandhinagar entry and exit points) પર પોલીસ બંદોબસ્ત (police settlement in gandhinagar) સાથે વાહન ચેકિંગ અને આસપાસના વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસનું ચેકિંગ પણ કરવામાં આવશે.

31st Celebration 2021: ગાંધીનગરના તમામ પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત, વાહનો અને ફાર્મ હાઉસમાં થશે ચેકિંગ

author img

By

Published : Dec 31, 2021, 6:19 PM IST

ગાંધીનગર: એક તરફ કોરોના ગુજરાત (Corona In Gujarat)માં હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 500થી વધુ કેસ (Corona Cases In Gujarat) આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 8 મહાનગર પાલિકા વિસ્તારમાં રાત્રીના અગિયાર વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધીનું કર્ફ્યુ (Night Curfew In Gujarat) લાદી દેવામાં આવ્યું છે. હવે આજે 31 ડિસેમ્બર એટલે કે વર્ષનો અંતિમ દિવસ છે, ત્યારે યુવાધન તો નવા વર્ષની ઉજવણી (New Year 2022 Celebration In Gujarat)માં જોડાવા થનગની રહ્યું છે. કોરોના મહામારી અને કર્ફ્યુ વચ્ચે જાહેરમાં ઉજવણી થઈ શકે તેમ નથી, ત્યારે પોલીસ દ્વારા પણ ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત

ગાંધીનગર પોલીસની વાત કરવામાં આવે તો ગાંધીનગરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ (gandhinagar entry and exit points) પર પોલીસ બંદોબસ્ત (police settlement in gandhinagar) સાથે વાહન ચેકિંગ અને આસપાસના વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસનું ચેકિંગ (farm house checking by police in gandhinagar) પણ કરવામાં આવશે. ગાંધીનગર DySP એમ.જે. સોલંકીએ જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં લઈને 25 તારીખથી જ ગાંધીનગર શહેર અને જિલ્લામાં સર્વેલાન્સ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમામ જગ્યા ઉપર ચેક પોઈન્ટ ઊભા કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. આજે 31 ડિસેમ્બરના દિવસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે.

કોઈપણ વ્યક્તિને પાર્ટીની પરવાનગી આપવામાં આવી નથી

નવા વર્ષ પૂર્વે 31 ડિસેમ્બરની રાત્રે અનેક જગ્યાઓ પર પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે. ડીજે પાર્ટી (DJ Parties in Gandhinagar)નું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા તમામ પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, ત્યારે જો કોઈપણ વ્યક્તિ ખાનગી રીતે પણ પાર્ટી કરતાં જણાશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ ગાંધીનગરની આસપાસના વિસ્તારમાં અનેક ફાર્મ હાઉસ આવેલા છે. તે ફાર્મ હાઉસ ઉપર પોલીસ ચાંપતી નજર રાખશે.

અગિયાર વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત

કર્ફ્યુ દરમિયાન કોઈપણ વ્યક્તિ રોડ પર દેખાશે તો તેને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગાંધીનગર શહેરમાં પણ રાત્રી કર્ફ્યુ (Night Curfew In Gandhinagar)ની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા રાત્રીના અગિયાર વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં લાવવામાં આવ્યો છે, ત્યારે આ કોર્પોરેશન વિસ્તારમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (Gandhinagar Municipal Corporation) વિસ્તારમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ગાંધીનગર શહેરમાં પણ રાત્રીના અગિયાર વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત રાખવામાં આવશે. કર્ફ્યુ દરમિયાન કોઈપણ વ્યક્તિ રોડ પર દેખાશે તો તેને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: 31st Celebration 2021: રાજ્યમાં રાત્રે 11 વાગ્યા પછી કર્ફ્યુ હોવાથી અમદાવાદીઓએ કાઢ્યો તોડ, DJને ગોવા-ઉદયપુર માટે બુક કરાવ્યા

આ પણ વાંચો: Police checking in Valsad : નવા વર્ષની ઉજવણી કરી દમણથી પરત થતા લોકોને પકડી એક સાથે રાખવા માટે પોલીસે મેરેજ હોલ બુક કર્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.