ETV Bharat / city

ઉનાળામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 27 જળાશયો અને 547 થી વધુ ચેકડેમ ભરાશે: નિતીન પટેલ

રાજ્યમાં ભરઉનાળામાં પાણીની સમસ્યા ઉદ્દભવે છે ત્યારે આ વર્ષે પાણી સમસ્યાનો ઉદભવ ન થાય તે માટે સરકારે અગાઉથી જ આયોજન કર્યું છે, જેમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે નર્મદા નિગમ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 27 જળાશયો અને 547થી વધુ ચેકડેમ ભરાવવામાં આવશે.

ઉનાળામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 27 જળાશયો અને 547 થી વધુ ચેકડેમ ભરાશે : નિતીન પટેલ

author img

By

Published : May 16, 2020, 8:11 PM IST

ગાંધીનગર: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉનાળાની ગરમી પ્રવર્તી રહી છે ત્યારે ગામડાઓમાં પશુઓને પીવાનું પાણી તથા અન્ય જરૂરિયાતો પુરી થાય તે માટે ગ્રામ્યસ્તરે આગામી ૨૦ મી મે થી નર્મદાના નીર દ્વારા તળાવો અને ચેકડેમો ભરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગ્રામ્ય સ્તરે પાણી મળી રહે તે માટે સિંચાઇ વિભાગની માંગણીના આધારે આગામી તા.૨૦ મી મે થી નર્મદાના નીર દ્વારા આ તળાવો ભરાશે જેમાં ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ યોજનાની પાઇપલાઇન સાથે જોડાયેલા ૫૫૦ તળાવો ભરવા માટે ૧૦,૪૬૫ એમ.સી.એફ.ટી. પાણી છોડાશે અને આગામી સમયમાં પણ જેમ જરૂરીયાત ઉભી થશે એ મુજબ પણ પાણી આપવાનું અમારૂં આયોજન છે.

ઉનાળામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 27 જળાશયો અને 547 થી વધુ ચેકડેમ ભરાશે : નિતીન પટેલ
જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ગ્રામ્ય સ્તરે પાણી પહોંચે તે માટે સૌરાષ્ટ્રની મહત્વની એવી “સૌની યોજના” સાથે જોડાયેલા જળાશયો અને ચેકડેમોમાં પણ તા. ૨૦ મી મે થી નર્મદાના નીર દ્વારા ભરવામાં આવશે. જેમાં લીંક-૧ દ્વારા ૧૬ તળાવો, ચેકડેમો, લીંક-૨ દ્વારા ૬ જળાશય અને ૨૯૩ તળાવો ચેકડેમો, લીંક-૩ માં ૬ જળાશયો અને ૫૩ તળાવો ચેકડેમો, લીંક-૪ માં ૧૫ જળાશયો અને ૧૮૫ તળાવો ચેકડેમ મળી અંદાજે કુલ-૨૭ જળાશયો અને ૫૪૭ ચેકડેમો તથા તળાવો ભરવામાં આવશે.

ઉપરાંત કચ્છમાં પણ ટપ્પર ડેમ દ્વારા નાગરિકોને પીવાના પાણીની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે ટપ્પર ડેમમાં પણ જરૂરીયાત મુજબ જેટલા પાણીની જરૂર હશે એટલું પાણી નર્મદા નિગમ દ્વારા પુરૂ પાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.