ETV Bharat / city

નંબર પ્લેટ માટે લાખોની બોલી, જાણો ગાંધીનગર RTO ને ફેન્સી નંબરની કેટલી થાય છે આવક - Gandhinagar RTO

ફેન્સી નંબર પ્લેટનો ક્રેઝ (craze for fancy number plates) દિવસેને દિવસે વધી રહ્યો છે. ગાંધીનગર RTO માં દર મહિને એક અથવા એકથી વધુ વાર ફેન્સી નંબર પ્લેટની હરાજી (number plate auction) થતી હોય છે. છેલ્લા આઠ મહિનામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે 10 વારથી વધુ ફેન્સી નંબર પ્લેટની હરાજી થઈ હતી. જેમાં એક જ ફોર વ્હીલના ગોલ્ડન નંબર માટે 3 લાખ 58 હજાર સુધીની બોલી બોલાઇ હતી. જેથી ફેન્સી નંબર પ્લેટમાં એક જ નંબર માટે હજારો લાખોની હરાજી બોલે છે અને તેમાં ગાંધીનગર RTO ની લાખો કરોડોની આવક થઈ રહી છે.

Latest news of Gandhinagar
Latest news of Gandhinagar
author img

By

Published : Oct 19, 2021, 10:16 AM IST

  • આઠ મહિનામાં 4,013 લોકોએ તેમના મનગમતા વાહનોના નંબર લીધા
  • ગોલ્ડન અને સિલ્વર 583 નંબર પ્લેટ માટે 55 લાખની આવક થઈ
  • ગોલ્ડન નંબર પ્લેટ લેવા માટે 40 હજારથી ઓક્શન શરૂ થાય છે

ગાંધીનગર: ગાંધીનગર RTO માં નિયમ પ્રમાણે ગોલ્ડન અને સિલ્વર નંબર પ્લેટની હરાજી (number plate auction) થતી હોય છે. આ હરાજી ઓનલાઇન થતી હોય છે, જ્યાં બિડીંગ થતું હોય છે. પોતાના ફેવરિટ નંબર મેળવવા માટે લોકો ઓનલાઇન જ એમાઉન્ટ નાખતા હોય છે. જેના આધારે વધુ રકમ બોલે તેની ફાઇનલ થયેલી રકમને આધારે એ નંબર પ્લેટનો નંબર વાહનના ઓનરને મળે છે. જ્યારે અન્ય નંબરો જેવા કે લકી નંબર મેળવવા ઇચ્છતા લોકોએ નંબરની માંગણી કરતા હોય છે. તેમાં પણ RTO ની લાખો કરોડની કિંમતની આવક થઈ રહી છે. RTO ડિપાર્ટમેન્ટના આંકડા મુજબ માર્ચ મહિનાથી અત્યાર સુધી આરટીઓની બે કરોડથી વધુની રકમ ફેન્સી નંબર પ્લેટ માટે થઈ છે.

એક જ નંબર પ્લેટ માટે 3.58 લાખની બોલી બોલાઈ

આઠ મહિનામાં 4,013 વાહનોની ફેન્સી નંબર પ્લેટ માટે 2,41,59,000 આવક RTO ને થઈ

RTO ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ગાંધીનગર RTO માં આઠ મહિનામાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની નંબર પ્લેટ માટે 583 નંબર પ્લેટની ઓક્શન (number plate auction) થઈ હતી. જેમાં 55 લાખની આવક આઠ મહિનામાં RTO ને થઈ છે, જ્યારે અન્યએ પોતાના ફેવરિટ નંબર માટે 3,430 નંબર પ્લેટ આપવામાં આવી છે. જેમાં 1,87,59,000 જેટલી આવક આઠ મહિનામાં થઈ છે. એટલે કે ટોટલ ફેન્સી નંબર પ્લેટની આઠ મહિનામાં 2,41,59,000 આવક RTO ને થઈ છે. ગોલ્ડન અને સિલ્વર નંબર જે નક્કી થયેલા હોય એ જ આપવામાં આવે છે. જ્યારે અન્ય નંબર જે તે વ્યક્તિ RTO પાસે માંગણી કરતા આરટીઓ દ્વારા અવેલેબલ નમ્બર પૈસા આપી આપવામાં આવે છે.

ફોરવ્હીલરના ગોલ્ડન નંબર પ્લેટની હરાજી 40,000થી તો ટુ વ્હીલરમાં 8,000 થી શરૂ

ફોરવ્હીલરના ગોલ્ડન નંબર પ્લેટની હરાજી 40 હજાર રૂપિયાથી શરૂ થાય છે. તો ક્યારેક ચાર લાખ સુધી પહોંચે છે. ટુ વ્હીલરની હરાજી 8 હજાર રૂપિયાથી શરૂ થાય છે તો સિલ્વર નંબર પ્લેટની ફોરવ્હીલરની હરાજી 15 હજાર રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે ટુ વ્હીલરની હરાજી 3,500 રૂપિયાથી શરૂ થાય છે. અન્ય નંબરોની હરાજી ફોરવ્હીલરની 8,000 થી શરૂ થાય છે અને ટુ-વ્હીલરની 2,000 થી શરૂ થાય છે. ખાસ કરીને ગોલ્ડન નંબરમાં નંબર પ્લેટમાં એક જ આંકડાના ચાર નંબર, એક જ આંકડાનો નંબર અને એક અને બે આંકડાનો એક સરખો નંબર હોય છે. જેથી તેની કિંમત વધુ હોય છે અને વધુ હરાજી બોલે છે. જે સિલ્વર અને ગોલ્ડનમાં નંબર નથી હોતા તે અન્ય વાહનોમાં ઓનરને ફાળવવામાં આવે છે.

આ પણ વાંચો: આંશિક Lockdownમાં પણ રાજ્ય સરકારની આવક યથાવત, જાણો કારણ...

આ પણ વાંચો: રાજ્ય સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા માતાપિતાના બાળકો માટે કરી જાહેરાત, 50 જેટલા બાળકોએ કરી સરકારમાં અરજી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.