ETV Bharat / city

નેશનલ હેલ્થ મિશનના 20,000 કર્મચારીઓએ આપી હડતાળની ચીમકી - હડતાળની ચીમકી

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે મેડિકલની જો વાત કરવામાં આવે તો પહેલા જુનિયર ત્યારબાદ મેડિકલ ટીચર્સ એસોસિએશન અને નર્સિંગ વિભાગ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. જેમાં સરકારે હકારાત્મક વલણ દાખવીને તમામ માગ પૂર્ણ કરી છે, ત્યારે આજે શનિવારે નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓએ પણ હવે હડતાળની ચીમકી આપી છે.

નેશનલ હેલ્થ મિશનના 20,000 કર્મચારીઓએ આપી હડતાળની ચીમકી

author img

By

Published : May 15, 2021, 8:45 PM IST

  • રાજ્યમાં મેડિકલ લાઈનમાં હડતાળ નો દોર યથાવત
  • હવે નેશનલ હેલ્થ મિશન દ્વારા કરાશે હડતાળ
  • રાજ્યમાં 20,000 કર્મચારિયો જશે હડતાળ પર
  • પગાર વધારાની માગ સાથે કરશે હડતાળ
    નેશનલ હેલ્થ મિશનના 20,000 કર્મચારીઓએ આપી હડતાળની ચીમકી

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે મેડિકલની જો વાત કરવામાં આવે તો પહેલા જુનિયર ત્યારબાદ મેડિકલ ટીચર્સ એસોસિએશન અને નર્સિંગ વિભાગ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. જેમાં સરકારે હકારાત્મક વલણ દાખવીને તમામ માગ પૂર્ણ કરી છે, ત્યારે આજે શનિવારે નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓએ પણ હવે હડતાળની ચીમકી આપી છે. પગાર વધારો નહીં કરવામાં આવે તો તે રવિવારથી હડતાળ પર ઉતરી અને સરકારનો વિરોધ કરશે.

નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓને આપવામાં આવે છે કોવિડ ડ્યુટી

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓને કોરોના ડ્યુટી આપવામાં આવે છે, પરંતુ તેમના પગારમાં કોઈ પ્રકારનો વધારો કરવામાં આવતો નથી. ગત કેટલાય સમયથી રાજ્ય સરકારને પગાર વધારાની માગ કરવામાં આવી છે. આ બાબતે અનેક આવેદનપત્ર પણ સરકારને આપવામાં આવ્યા છે. આમ છતાં પણ કોઈ નિર્ણય નહીં આવતા અંતે હવે હડતાળ પર જવાની ચીમકી કર્મચારીઓ દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ વલસાડ GMERS એસોસિએશનની 200 સ્ટાફ નર્સ અને 80 તબીબોએ પડતર માગને લઇ કરી હડતાળ

રાજ્યમાં 20,000થી વધુ કર્મચારીઓ હડતાળ પર જશે

સમગ્ર રાજ્યની વાત કરતા નેશનલ હેલ્થ મિશન મંડળ એસોસિએશનના પ્રમુખ વિનોદ પંડ્યાએ જણાવ્યું હતું કે, નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ આવતીકાલ રવિવારથી 3 દિવસની હડતાળ પર રહેશે. કરાર આધારિત કર્મચારીઓને પગાર વધારાની માગણી રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે. 6 મહિનાથી આ માંગણીઓનો ઉકેલ નહીં આવતા હડતાળના માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 18 સુધીમાં માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 19મીના રોજ નેશનલ હેલ્થ મિશનના તમામ કર્મચારીઓ સામુહિક રાજીનામું આપી દેશે તેવી પણ ચીમકી વિનોદ પંડ્યા દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

આજની બેઠકમાં કોઈ નિર્ણય નહીં

એસોસિએશનના પ્રમુખ વિનોદ પંડ્યા વધુમાં જણાવ્યું હતું કે, આજે પણ એક બેઠક નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર સાથે કરવામાં આવી હતી, પરંતુ તેમાં કોઇ નક્કર પરિણામ આવ્યું નથી, ત્યારે સરકાર સાથે થયેલી વાતચીત મુજબ આજે અમે રાજીનામું આપવાના હતા, પરંતુ આજે તે અચાનક બેઠક માટે બોલાવ્યા હતા અને બેઠકમાં કોઈ નિષ્કર્ષ આવશે તે જોતા અમે બેઠક માટે આવ્યા હતા પરંતુ બેઠકમાં હજી સુધી કોઈ જ પ્રકારનું નિષ્કર્ષ આવ્યું નથી. જેથી હવે 3 દિવસની હડતાળ બાદ સામૂહિક રાજીનામાનો વિચાર કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.