ETV Bharat / city

ગાંધીનગરમાં એરફોર્સના જવાન સહિત 15 કોરોનાના નવા કેસ, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 25 લોકો કોરોનાગ્રસ્ત

ગાધીનગરમાં એરફોર્સના જવાન અને ટ્રેઝરી વિભાગના ક્લાર્ક સહિત વધુ 15 વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયાં છે અને આ સાથે કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 488 પર પહોંચી છે. શુક્રવારે પાટનગરના નવા સેકટરોની સરખામણીએ જૂના સેકટરોમાં વધુ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધું 25 કેસ સામે આવ્યાં છે.

15 new cases of Corona
ગાંધીનગરમાં એરફોર્સ જવાન અને ટ્રેઝરી વિભાગના ક્લાર્ક સહિત 15 કોરોનાના નવા કેસ, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 25 લોકો કોરોનાગ્રસ્ત
author img

By

Published : Aug 1, 2020, 4:05 AM IST

ગાંધીનગર જિલ્લામાં 40 નવા કોરોનાના કેસ નોંધાયા

  • શહેરમાં 15 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 25 નવા કોરોનાના કેસ નોંધાયા
  • શહેરમાં કુલ દર્દીઓની સંખ્યા 488 પર પહોંચી
  • ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 1047 પોઝિટિવ કેસ નોંધાયા

ગાંધીનગરઃ શહેરમાં એરફોર્સના જવાન અને ટ્રેઝરી વિભાગના ક્લાર્ક સહિત વધુ 15 વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયાં છે અને આ સાથે કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 488 પર પહોંચી છે. શુક્રવારે પાટનગરના નવા સેકટરોની સરખામણીએ જૂના સેકટરોમાં વધુ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધું 25 કેસ સામે આવ્યાં છે.

શહેરમાં કોરોનાના જે નવા કેસ આવ્યા છે તેમાં સે-17 ખાતે રહેતા અને સચિવાલયના બ્લોક નં-12માં ફરજ બજાવતા 62 વર્ષીય ડ્રાઈવર કોરોનામાં સપડાતાં તેમને સિવિલમાં દાખલ કરાયા છે. પાલજની 65 વર્ષીય મહિલા અને ઓનલાઈન બિઝનેસ કરતાં સે-21ના 45 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સે-13 છાપરાના 50 વર્ષીય આધેડ અને સે-24ના 38 વર્ષીય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે.

સે-27માં રહેતી 30 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ કોરોનામાં સપડાઈ છે અને તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. એરફોર્સમાં ફરજ બજાવતા 52 વર્ષીય આધેડ કોરોના સંક્રમિત થતાં તેમને અમદાવાદની મિલિટરી હોસ્પિલમાં દાખલ કરાયા છે. સે-26માં રહેતા અને કલોલ નાગરિક બેંકમાં ફરજ બજાવતા 50 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સે-22માં રહેતાં અને ટ્રેઝરી ઓફિસમાં ફરજ બજાવતા 58 વર્ષીય મહિલા, સે-22માં રહેતા 16 વર્ષીય વિદ્યાર્થીને કોરોના સંક્રમણ થતાં તેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. ઉપરાંત મોટર્સ ગેરેજ ચલાવતા અને સે-26માં રહેતા 48 વર્ષીય પુરુષ, સે-24ના 75 વર્ષીય વૃદ્ધા કોરોનામાં સપડાતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે.

સે-24માં રહેતા 80 વર્ષીય વૃદ્ધને કોરોના સંક્રમણ થતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સે-13 ખાતે રહેતાં 65 વર્ષીય નિવૃત્ત અને સે-25માં રહેતી 45 વર્ષીય શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઈસોલેશન હેઠળ રખાયા છે.

ગાંધીનગર તાલુકામાં 7 મહિલા સહિત 19 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમાં રાંધેજા ગામમાં 62 વર્ષની મહિલા, 68 વર્ષના પુરૂષ અને 24 વર્ષના યુવાન સહિત 3 દર્દી, પેથાપુરમાં 60, 56 અને 35 વર્ષના 3 પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવા પાલજ ગામમાં 11 વર્ષનો બાળક અને 40 વર્ષની મહિલા સહિત 2 દર્દી નોંધાયા છે. જમીયતપુરામાં 32 વર્ષનો યુવક અને 28 વર્ષની યુવતી મળી 2 દર્દી નોંધાયા છે. ખોરજ ગામમાં 49 વર્ષની મહિલા, 23 વર્ષનો યુવાન અને 54 વર્ષના પુરૂષ સહિત 3 વ્યક્તિ સંક્રમિત થયા છે. ઉવારસદ ગામમાં પણ 34 અને 32 વર્ષના બે યુવાન દર્દી જ્યારે અડાલજમાં 31 વર્ષનો યુવક, કુડાસણ ગામમાં 60 વર્ષના પુરૂષ, રાયસણમાં 86 વર્ષની મહિલા અને ઉનાવા ગામમાં 38 વર્ષનો યુવાન ચેપગ્રસ્ત થયા છે.

કલોલ તાલુકાના સાંતેજ ગામમાં 92 વર્ષની વૃધ્ધા કોરોના વાઇરસના સકંજામાં સપડાયા હોવાથી પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ કલોલ શહેરમાં નોંધાયેલા 5 દર્દીમાં 23 વર્ષનો યુવાન, 75, 70 અને 67 વર્ષના પુરૂષ તેમજ 62 વર્ષની મહિલા દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 1047 પોઝિટિવ કેસ અને 44 દર્દીના મોત થયા હોવાનું સત્તાવાર જણાવાયુ છે. આ ઉપરાંત આજની તારીખે પણ 223 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.