ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,804 પોઝિટિવ કેસ નોંધાયા - કોરોનાનો હાહાકાર

હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી પેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 13,804 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે.

ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,804 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Apr 23, 2021, 9:29 PM IST

  • 5,618 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 142 દર્દીઓના મોત નિપજ્યા
  • સૌથી વધુ મોત અમદાવાદ શહેરમાં 21 દર્દીના મોત નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી પેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 13,804 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે આજદિન સુધી સૌથી વધુ 142 જેટલા દુઃખદ મૃત્યુ પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

5,618 દર્દીઓએ કોરોનાને માત આપી
5,618 દર્દીઓએ કોરોનાને માત આપી

અમદાવાદમાં કોરોના બેકાબૂ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,618 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1,248 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 21 જેટલા નોંધાયા છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 12 હજારથી વધુ કેસ, 125 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા

રાજ્યમાં રસીકરણની આંકડાકીય માહિતી

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે કુલ 1,42,558 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 92,15,310 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 17,86,321 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. કુલ 1,10,01,631ને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. જ્યારે રિકવરી રેટ પણ ઘટીને 77.30 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,61,493 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આ પણ વાંચોઃ કોરોનાનું તાંડવ યથાવતઃ 24 કલાકમાં ઓલટાઈમ હાઇ 12,206 કેસ નોંધાયા

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,00,128 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 384 વેન્ટિલેટર પર અને 99,744 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 6,019 મૃત્યુ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.