ETV Bharat / city

26મી સુધીમાં ગુજરાતમાંથી 927 સ્પેશિયલ ટ્રેન મારફતે 13.48 લાખ શ્રમિકો વતન ગયા

લોકડાઉનમાં ફસાયેલા લોકોને રેલવે દ્વારા પોતાના રાજ્યમાં જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારના વહીવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.27 મે, બુધવારની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 966 વિશેષ ટ્રેન દ્વારા આશરે 14.10 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.

13.48 lakh workers went home from Gujarat via 927 special shramik trains
26મી સુધીમાં ગુજરાતમાંથી 927 સ્પેશિયલ ટ્રેન મારફતે 13.48 લાખ શ્રમિકો વતન ગયા
author img

By

Published : May 27, 2020, 10:31 PM IST

ગાંધીનગર : લોકડાઉનમાં ફસાયેલા લોકોને રેલવે દ્વારા પોતાના રાજ્યમાં જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારના વહીવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.27 મે, બુધવારની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 966 વિશેષ ટ્રેન દ્વારા આશરે 14.10 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.

ગુજરાત ઔદ્યોગિક-વ્યાપારિક-વાણિજ્યીક ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય હોવાથી ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં અન્ય પ્રાંત-પ્રદેશના શ્રમિકો રોજી-રોટી મેળવવા મોટા પ્રમાણમાં વસેલા છે.

આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, તા. 2 મેના રોજ પ્રથમ શ્રમિક સ્પેશયલ ટ્રેનમાં આવા શ્રમિકોને સુચારૂ ઢબે વતન જવા રવાના કરવામાં આવ્યા હતા. આજે તા.27 મે બુધવાર મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 966 શ્રમિક સ્પેશયલ ટ્રેન દ્વારા 14.10 લાખ શ્રમિકો પોતાના વતન રવાના થયા છે.

ગુજરાતથી ઓડિશા સિવાયના મોટાભાગના શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યા છે. ઓડિશામાં આવેલી વાવાઝોડાં જેવી કુદરતી આફતને કારણે ઓડિશા રાજ્ય સરકારના વહીવટી તંત્ર તરફથી પરવાનગી મળવામાં મુશ્કેલી પડી રહી છે. પરંતુ રાજ્ય સરકારના વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ ઝડપથી આ મુશ્કેલીને પાર પાડી તકેદારી પૂર્વક ઓડિશાના શ્રમિકોને તેમના વતનમાં કોઇ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડાશે. વિવિધ રાજ્યોના શ્રમિકોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે.

પરપ્રાંતિય શ્રમિકો - કામદારોને વતન રાજ્ય મોકલવા માટે તા.26 મે મધરાત સુધીમાં 927 શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફત ગુજરાતમાંથી આશરે 13 લાખ 48 હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં કોઇપણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે.

ગુજરાતમાંથી અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવા જે 927 ટ્રેનો ચલાવવામાં આવી છે તેમાં ઉત્તરપ્રદેશ માટે 535, બિહાર માટે 228, ઓડિશા માટે 69, ઝારખંડ માટે 35, મધ્યપ્રદેશ માટે 24, છત્તીસગઢ માટે 15, ઉતરાખંડ માટે 05, પશ્ચિમ બંગાળ માટે 03 તમિલનાડુ અને મણિપુર માટે 02-02 ટ્રેન તથા આંધ્રપ્રદેશ-આસામ-હિમાચલપ્રદેશ-જમ્મુ કાશ્મીર-કેરલ-મહારાષ્ટ્ર-રાજસ્થાન-તેલંગાણા-ત્રિપુરા માટે 1-1 ટ્રેન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ચલાવી આશરે 13.48 લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે.

હવે, તા.27 મે , બુધવાર મધરાત સુધીમાં વધુ 39 ટ્રેન દ્વારા 62,000 હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ વગેરેમાં જવા રવાના થશે. આ 39 શ્રમિક ટ્રેનો રવાના થવાની છે તેમાં ઉત્તરપ્રદેશ માટે સુરતમાંથી 22 વાપી–વલસાડમાંથી 05 અમદાવાદમાંથી 01 એમ કુલ 28 ટ્રેન, બિહાર માટે વાપી–વલસાડમાંથી 01 ટ્રેન, ઝારખંડ માટે વાપી–વલસાડ અને મોરબીમાંથી 1-1 એમ કુલ 02 ટ્રેન, ઓરિસ્સા માટે સુરતમાંથી 06 વડોદરામાંથી 01 એમ કુલ 07 ટ્રેન અને પશ્ચિમ બંગાળ માટે 01 ટ્રેન દોડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.