ETV Bharat / city

રાજ્યમાં છેલ્લા 24 કલાકનું કોરોના અપડેટ: 12,955 પોઝિટિવ, 12,955 દર્દી સ્વસ્થ થયા, 133 દર્દીના મૃત્યુ - કોવિડ 19

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો.મે મહિનાના પાંચમા દિવસમાં સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 12,955 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જ્યારે 5 મે ના રોજ સૌથી વધુ 12,955 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 133 જેટલા દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાથી થતા મૃત્યુમાં પણ ઘટાડો થયો છે.

છેલ્લા 24 કલાકમાં 12,955 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : May 6, 2021, 6:51 AM IST

  • છેલ્લા 24 કલાકમાં 12,955 પોઝિટિવ કેસ નોંધાયા
  • 12,955 દર્દીઓ કોરોનાને આપી માત
  • છેલ્લા 24 કલાકમાં 133 દર્દીના થયા મોત
  • અમદાવાદમાં 4174, સુરતમાં 1168, રાજકોટ 391 અને બરોડામાં 722 કેસ નોંધાયા

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,000થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4,174 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 5,049 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે સુરતમાં 1,168, રાજકોટ 391 અને બરોડામાં 722 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ-પાટણના સામુહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સીજન પ્લાન્ટ માટે રૂ. 50 લાખનું અનુદાન

રાજ્યમાં આજે 1,40,433 યુવાનોને વેક્સિન આપી

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્યારે આજે 1,00,91,519 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 27,51,964 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 1,28,43,483ને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 1 મેથી 18 વર્ષથી ઉપરના યુવાનોને રસીકરણના ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ગુજરાત રાજ્યમાં ફક્ત 10 જિલ્લાની અંદર જ વેક્સિનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે 18થી 44 વર્ષના વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 36,226 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલી નથી. જ્યારે રિક્વરી રેટ પણ ઘટીને 75.37 ટકા જેટલો નોંધાયો છે.

આ પણ વાંચો: વાપીના મુક્તિધામમાં એક જ મહિનામાં 329 કોવિડ અને 103 નોર્મલ મૃતદેહોને અગ્નિસંસ્કાર

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,48,124 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 792 વેન્ટિલેટર પર અને 1,47,332 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 7,912 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,77,391 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.