ETV Bharat / city

Covid Vaccination Drive: ગાંધીનગર જિલ્લાના 21 ગામમાં 100 ટકા વેક્સિનેશન

ગાંધીનગરના 21 ગામોએ સો ટકા વેક્સિનનો પ્રથમ ડોઝનો ટાર્ગેટ (Covid Vaccination Drive) અત્યાર સુધીમાં પૂર્ણ કર્યો છે. જેમાં આ વીકમાં જ 15 ગામોએ પ્રથમ ડોઝ વેક્સિન લેવાનો ટાર્ગેટ પૂર્ણ કર્યો છે, ગામની અંદર પણ લોકો વેક્સિન લેવા માટે અવેર થઈ રહ્યા છે.

Vaccine
Vaccine
author img

By

Published : Jul 18, 2021, 6:17 PM IST

વેળા ગામમાં 2,568 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ પૂર્ણ કર્યો

આ વીકમાં 15 ગામોએ આ ટાર્ગેટ અચિવ કર્યો

ગામોમાં પણ લોકો બની રહ્યા છે અવેર

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં વેક્સિન લેવા માટે અહીંના સેન્ટરો પર મુખ્ય પ્રધાન, કેન્દ્રીય ગૃહપ્રધાન સહિતના નેતાઓ પણ વેક્સિન સેન્ટરની મુલાકાત લઈ લોકોને અવેર કરી રહ્યા છે ત્યારે તેનું પરિણામ પણ સફળ જોવા મળ્યું છે. રાજ્યમાં ઘણા ગામો એવા છે કે જ્યાં લોકોને વેક્સિન લેવા માટે સામે ચાલીને કહેવું પડી રહ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લાના 21 ગામો વેક્સિન લેવા માટે અગ્રેસર સાબિત થયા છે. ગાંધીનગર જિલ્લામાં 16 જાન્યુઆરીથી કોરોના વિરુદ્ધ રસીકરણ (Covid Vaccination Drive) શરૂ કરાયું હતુંં.

16 જાન્યુઆરીથી કોરોના વિરુદ્ધ રસીકરણની શરૂઆત થઇ

સમગ્ર રાજ્યમાં કોરોના (corona) રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. તે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં 16 જાન્યુઆરીથી કોરોના વિરુદ્ધ રસીકરણની શરૂઆત થઇ હતી.

આ પણ વાંચો : કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી, રાજ્યમાં એક સપ્તાહ સુધી સારા વરસાદના અણસાર

100 ટકા રસીકરણ કરવા માટે ઝુંબેશ

જિલ્લામાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને 100 ટકા રસીકરણ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે માણસા તાલુકાનું રામપુર, કલોલ તાલુકાના અઢોણા, ખાત્રજ, ગણપતપુરા, ઓળા અને હિંમતપુરા તમામ 18 વર્ષથી ઉપરના રહીશોને કોરોના વિરૂદ્ધ પ્રથમ ડોઝ 100 ટકા ગત અઠવાડિયે આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: દેશમાં આજથી કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ, રાજ્યોએ તૈયાર કર્યો એક્શન પ્લાન

માણસા તાલુકાના 11 ગામોએ 100 ટકા વેક્સિનના પ્રથમ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ કર્યો

આ અઠવાડિયામાં અન્ય ગામોનો સમાવેશ પણ વેક્સિનના પ્રથમ ડોઝમાં સો ટકા ટાર્ગેટ સાથે પૂર્ણ થયો છે. સૌથી વધુ માણસા તાલુકાના 11 ગામોએ 100 ટકા વેક્સિનના પ્રથમ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો.

કોરોના વિરુદ્ધ રસીનો પ્રથમ ડોઝ 100 ટકા સાથે આ અઠવાડિયે પૂર્ણ કર્યો

આ ઉપરાંત માણસા તાલુકાના 18 વર્ષથી વધુ વયના લોકોની વાત કરીએ તો આ અઠવાડિયામાં ગુના ગામમાં 428 લોકોએ, વરસોડા 471, બલિયાનગર 478, ભીમપુરા 471, મોતીપુરા 225, વેડા 2568, રામપુરા 147, હિંમતપુરા 285, અજરાપુરા 315, હિમતપુરા (લખરોડા) 624, કૃષ્ણનગર 276, આંબોડ 555 તેમજ દહેગામ તાલુકાના થાંભલીયા નવામાં 206 અને માણેકપુરમાં 389 તેમજ ગાંધીનગર તાલુકાના શિવપુરા કંપામાં 106 માતાપુરા 543 લોકોએ એમ કુલ 15 ગામોના તમામ રહીશોને કોરોના વિરુદ્ધ રસીનો પ્રથમ ડોઝ 100 ટકા સાથે આ અઠવાડિયે પૂર્ણ કર્યો છે.

આ પણ વાંચો: Covid Vaccination Drive - અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ચાલી રહ્યું છે કોવિડ વેક્સિનેશન

21 ગામોમાં 100 ટકા કોરોના રસીકરણ

આમ કુલ ગાંધીનગર જિલ્લામાં આજદિન સુધી 21 ગામોમાં 100 ટકા કોરોના રસીકરણ થઈ ચૂક્યું છે. તેમાં પણ આ ગામોમાં સૌથી વધુ વસ્તી ધરાવતા વેળા ગામ પણ અગ્રેસર છે. (અપ્રુવલ ભરત પંચાલ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.