સંઘ પ્રદેશ દીવમાં વર્લ્ડ સેરેબ્રેલ પાલ્સી ડે ની ઉજવણી કરવામાં આવી હતી. દીવમાં રહેતા અને સેરેબ્રલ પાલ્સીના રોગનો ભોગ બનેલા બાળકોએ દીવના માર્ગો પરથી પસાર થઇ રહેલા લોકોને આ રોગને લઈને પત્રિકાઓ દ્વારા વિશેષ માહિતી આપી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા દીવ કલેકટર સલોની રાયનું પણ બાળકો દ્વારા સ્વાગત કરાયું હતું અને તેમને પણ પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે, સેરેબ્રલ પાલ્સી વાળા બાળકોને તેમના વાલી, કુટુંબ અને સમાજ સ્વીકારી અંધશ્રદ્ધા તરફ ન વળતા આવા બાળકોને વિશિષ્ટ પ્રકારના શિક્ષણ દ્વારા સમાજમાં પુનર્વસન કરવામા આવે. તેમજ તેના અનુરૂપ વાતાવરણ ઉભુ કરી સમાજમા સ્વીકાર્ય બનાવી તેમનુ જીવન બોજરૂપ બનતુ અટકાવી શકાય તેને લઈને આજના દિવસની ઉજવણી કરી હતી.