ETV Bharat / city

Pre Christmas Eve in Diu: નાતાલ પર્વની પૂર્વ સંધ્યાએ દીવમા જોવા મળ્યો ખરીદદારીનો માહોલ - ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ

આવતી કાલે ઈસાઈ ધર્મના ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ (Jesus Christ Birthday) છે, જેની પૂર્વ સંધ્યાએ સંઘ પ્રદેશ દીવ (Pre Evening Christmas in Diu)માં ખરીદદારીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોએ નાતાલના પર્વની ઉજવણી કરી શકાય એ માટે બજારમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા.

Pre Christmas Eve in Diu: નાતાલ પર્વની પૂર્વ સંધ્યાએ દીવમા જોવા મળ્યો ખરીદદારીનો માહોલ

author img

By

Published : Dec 24, 2021, 9:02 PM IST

દીવ: આવતીકાલે નાતાલનું મહા પર્વ (Jesus Christ Birthday) ઉજવવામાં આવશે ત્યારે સંઘ પ્રદેશ દીવમાં નાતાલની પૂર્વ સંધ્યા (Pre Evening Christmas in Diu)એ ખરીદારીનો માહોલ જોવા મળી રહ્યો છે. સંઘ પ્રદેશ દીવમાં સૌથી છેલ્લે પોર્ટુગીઝ શાસન જોવા મળતું હતું જેની છાપ આજે પણ જોવા મળી રહી છે. નાતાલની વિશેષ ઉજવણીને લઈને પણ દીવ ખૂબ જ ચર્ચામાં હોય છે. દર વર્ષે અહીં ખૂબ મોટી સંખ્યામાં દેશ અને દુનિયામાંથી પ્રવાસીઓ નાતાલની ઉજવણી કરવા આવતા હોય છે અને નાતાલની પૂર્વસંધ્યાએ દીવની બજારોમાં નાતાલની ઉજવણીની વિવિધ ખરીદી (Shopping atmosphere in Diu) કરતા પણ જોવા મળતા હોય છે, ત્યારે કોરોના કાળમાં પણ આજે પૂર્વસંધ્યાએ દીવની બજારોમાં લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા.

Pre Christmas Eve in Diu: નાતાલ પર્વની પૂર્વ સંધ્યાએ દીવમા જોવા મળ્યો ખરીદદારીનો માહોલ

નાતાલની ખરીદીથી દીવની બજારમાં રોનક

નાતાલની ઉજવણીને લઈને દીવની બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોર્ટુગીઝ શાસનની છાપ ધરાવતા દીવમાં હાલ 25થી 30 જેટલા ઈસાઈ ધર્મના પરિવારો આજે પણ જોવા મળે છે. અહીંના સ્થાનિક લોકો અને ખાસ કરીને દેશ અને દુનિયામાંથી આવતા પ્રવાસીઓ નાતાલની ઉજવણી કરવા માટે દીવમાં આવતા હોય છે, ત્યારે દીવમા નાતાલના પ્રસંગને ઉજવવા માટે મીઠાઈ, ક્રિસમસ-ટ્રી, જિંગલ-બેલ સહિત નાતાલની ઉજવણીમાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓની ખરીદીથી દીવની બજાર ફરી એક વખત ધમધમતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: દીવના નાગવા બીચ પર પેરા સેલિંગ વખતે સર્જાયો અકસ્માત, દરિયામાં ખાબકેલા દંપતીનો થયો ચમત્કારિક બચાવ

આ પણ વાંચો: Hajira To UT Diu Cruise : જય સુફિયા ક્રૂઝ દીવ આવી પહોંચી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.