દીવ શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે ભાવિકો શિવઅભિષેક કરીને આખા વર્ષનું પૂણ્યનું ભાથું બાંધવા માટે શિવાલયમાં (Gangeshwar Mahadev Diu) આવી રહ્યા છે. ખાસ કરીને દીવમાં આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર ખરા અર્થમાં અસાધારણ મંદિર છે. પવિત્ર શ્રાવણ માસ તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. પર્યટન સ્થળ એવા દીવમાં પ્રવાસ માટે આવતા યાત્રિકો સમુદ્રકિનારે (Diu Jalandhar Beach) પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર મહાદેવના (Five Shivling Temple Diu) દર્શન કરીને ભાવવિભોર બની જાય છે. દીવના જાલંધર વિસ્તારમાં આવેલું શિવમંદિર ભક્તોમાં ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આદિ અનાદિકાળથી બની રહ્યું છે.
આ પણ વાંચો રાજ્યના સૌથી મોટા વધઇ વનસ્પતિ ઉદ્યાનની ખાસિયતો વિશે જાણો
પાંડવોએ સ્થાપના કરી પરંતુ દીવમાં પાંડવો દ્વારા સ્થપાયેલું ગંગેશ્વર મહાદેવ મંદિર સમગ્ર વિશ્વમાં અતિ દુર્લભ માનવામાં આવે છે. ગંગેશ્વર મહાદેવ પર ખુદ મેરામણ દિવસ દરમિયાન પોતાના જળથી સતત અભિષેક કરે છે. મેરામણ દ્વારા મહાદેવ પર આ પ્રકારનો જળનો અભિષેક થતો હોય તેવા શિવ મંદિર ભારત વર્ષમાં જોવા મળતા નથી. જેને કારણે પણ દીવમાં આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર શિવભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મહાભારત કાળ દરમિયાન પાંડવો સતત વિચરણા કરી રહ્યા હતા. આ સમય દરમિયાન પ્રભાસ તીર્થ ક્ષેત્રનો એક ભાગ ગણાતા જાલંધર ક્ષેત્રમાં પાંડવોએ રાતવાસો કર્યો હતો.

આ પણ વાચો સુરત પાસેના પીપોદરા હાઈવે પરના ખાડાનો અનોખો વિરોધ, લોકોએ JCB બોલાવ્યું
ગ્રંથોમાં ઉલ્લેખ સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં આ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. પાંડવોની પ્રતિજ્ઞા મુજબ મહાદેવની પૂજા અને દર્શન કર્યા વગર ભોજન ગ્રહણ નહીં કરવાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે પાંચ પાંડવોએ પોતાના કદ અને આયુ અનુસાર પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી. દીવના સમુદ્રકાંઠા પર આવેલા ગંગેશ્વર મહાદેવ સમગ્ર જગતમાં પૂજાઈ રહ્યા છે. શ્રાવણ માસમાં એક સાથે પાંચ શિવલિંગનો અભિષેક કરવાનું જે અહોભાગ્ય શિવ ભક્તોને દિવના ગંગેશ્વર મહાદેવ આપી રહ્યા છે. તેને કારણે દીવના ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે દેશ અને દુનિયા માંથી શિવ ભક્તો દીવ આવે છે. દુર્લભ ગણાતા શિવ મંદિરના દર્શન કરીને શ્રાવણ માસ દરમિયાન શિવમય બનતા જોવા મળી રહ્યા છે.