- વાપીમાં પકડાયો લાખોનો ગુટખાનો જથ્થો
- મોડાસાથી મહારાષ્ટ્ર લઈ જવાતો હતો ગુટખાનો જથ્થો
- વાપી GIDC પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી
વાપીઃ વલસાડ જિલ્લો મહારાષ્ટ્ર સરહદને અડીને આવેલો જિલ્લો છે. મહારાષ્ટ્રમાં ગુટખા પર પ્રતિબંધ હોવાથી ગુજરાતના ગુટખા માફિયાઓ અવનવા કીમિયા અજમાવી ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં ગેરકાયદે ગુટખા સપ્લાય (Illegal Gutka trade)કરે છે. ત્યારે આવી જ રીતે એક કન્ટેનરમાં કોથળામાં પેક કરી લઇ જવાતો 8,06,400 રૂપિયાના ગુટખા તેમજ 15 લાખની ટ્રક મળી કુલ 23,08,900 રૂપિયાના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આધાર પુરાવો માંગતા કન્ટેનરનો ડ્રાઇવર અને ક્લિનર તે રજૂ કરી શક્યાં ન હતા
વાપી ચાર રસ્તા પર વાપી GIDC પોલીસ ચેકિંગમાં હતી. ત્યારે MH04-JU-3573 નંબરના કન્ટેઈનરને અટકાવી તેના ફાલકા ખોલી તલાશી લેતાં કન્ટેઇનરમાં પ્લાસ્ટિકની ગુણીઓ ભરેલ હતી. જેમાં તપાસ કરતાં 5HK નામના ગુટખાના પાઉચ (Illegal Gutka trade) મળી આવ્યાં હતાં. તેમજ કેટલીક પ્લાસ્ટિકના થેલાઓમાં ગુટખાનો ભૂકો ભરેલો હતો. આ ગુટખા અને ભૂકાના જથ્થા અંગે પોલીસે આધાર પુરાવો માંગતા કન્ટેનરનો ડ્રાઇવર અને ક્લિનર તે રજૂ કરી શક્યાં નહોતાં.
આ પણ વાંચોઃ વાપીથી મહારાષ્ટ્ર્ લઈ જવાઈ રહેલો 2.37 લાખનો ગુટખાનો જથ્થો ઝડપાયો, 3 સામે કાર્યવાહી
પકડાયેલ બંને ઈસમો રાજસ્થાન છે
બંનેની પૂછપરછમાં જણાયું કે આ ગુટખાનો જથ્થો (Illegal Gutka trade) મોડાસાથી મહારાષ્ટ્રમાં લઇ જવાતો હતો. પોલીસે (Vapi GIDC) રાજસ્થાનના રાજસમંદ રાજસ્થાનના દેવેન્દ્રસિંહ માનસિંગ રાજપૂત અને ગૌરવ રતનલાલ પ્રજાપતિની ધરપકડ કરી હતી. વાપી જીઆઇડીસી પોલીસે 5HK નામના 26,880ના પાઉચ જેની કિંમત 8,06,400 રૂપિયા તથા 15 લાખની ટ્રક મળી કુલ 23,08,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રમાં ગુટખા પર પ્રતિબંધ છે
ઉલ્લેખનીય છે કે આ જ કંપનીનો ટ્રક અને ગુટખાનો જથ્થો (Illegal Gutka trade) અગાઉ સપ્તાહ પહેલાં પણ (Vapi GIDC) વાપી જીઆઇડીસી પોલીસે કબજેે કર્યો હતો. વલસાડ જિલ્લો મહારાષ્ટ્ર સરહદને અડીને આવેલો જિલ્લો છે. મહારાષ્ટ્રમાં ગુટખા પર પ્રતિબંધ હોઇ ગુજરાતના ગુટખા માફિયાઓ ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં ગેરકાયદે ગુટખા સપ્લાય કરે છે. જેના પર વાપી જીઆઇડીસી પોલીસે સકંજો કસાયો છે.
આ પણ વાંચોઃ રાપરમાંથી મોટી માત્રામાં ડુપ્લિકેટ વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો