સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીમાં આદિવાસી એકતા પરિષદ અને દાદરા નગર હવેલી અસ્તિત્વ બચાવો સમિતિ દ્વારા આદિવાસી સમાજના નેતા અને જનનાયક બિરસા મુંડાની 144મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન પરિષદ દ્વારા સેલવાસમાં એક વિશાળ રેલીનું અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર દ્વારા આદિવાસી સમાજ પર કરવામાં આવતા જંગલ, જમીનના શોષ અને શિક્ષણ તથા રોજગારી મુદ્દે પ્રમુખ પ્રભુ ટોકીયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.
બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે સાંસદ મોહન ડેલકર તરફથી પણ રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજના આગેવાનોએ વિવિધ મુદ્દા અંગે તેમને આવેદનપત્ર આપ્યું હતું.
આદિવાસી સમાજના ભાઈઓ-બહેનોની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સાંસદે આદિવાસી સમાજના હક્ક માટે બનતા પ્રયાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું.