રવિવારે પ્રશાસને આપેલી ખાતરી મુજબ સર્વસમાજની બેઠકમાં ભાગ લેવા સમાજના 25 જેટલા આગેવાનો કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતાં. જેઓને દોઢ કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ કલેક્ટરે બેઠકમાં બેસવાનો ઇન્કાર કરી દીધો હતો. જેને કારણે સમાજના તમામ આગેવાનો વીલા મોઢે પરત ફર્યા હતાં.
ત્યારબાદ દમણ સાંસદ અને ભાજપના પ્રવક્તાએ કલેકટર કચેરીએ જઇ કલેકટર રાકેશ મીનહાસ સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં પીડિતોને યોગ્ય ન્યાય મળે તે માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
દરમિયાન દમણવાસીઓ આક્ષેપો કરીં રહ્યા છે કે, સતત ચાર દિવસથી ગરમાયેલા મામલામાં એક વખત પણ પીડિતોની ખબર-અંતર પૂછવા નહીં આવેલા સમાજના આગેવાનો, ભાજપના નેતાઓ અને સાંસદ હવે કલેકટર સમક્ષ પીડિતોને ન્યાય અપાવવાની રજૂઆતો કરે છે.