ETV Bharat / city

Union Territory: દમણમાં લિંક રોડ નિર્માણમાં આવતા દબાણો પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું - સી-લિંક રોડના નિર્માણ

દમણ (Daman)માં સંઘપ્રદેશ (Union Territory) પ્રશાસને હાલમાં દેવકા બીચથી લઇને જેટી સુધી નવો સી લિન્ક રોડનું નિર્માણ કાર્ય હાથ ધર્યુ છે. જોકે, આ માર્ગના માર્જીનમાં આવેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ નોટિસ આપવા છતાં દબાણો દૂર ન કરવામાં આવતા આખરે વહીવટી તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે મોટીગામ શેરીમાં એક કોમ્યુનિટી હોલ અને ગોડાઉનને JCBથી તોડી (Demolition) પાડ્યું હતું.

દમણમાં લિંક રોડ નિર્માણમાં આવતા દબાણો પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું

author img

By

Published : Jun 25, 2021, 9:37 AM IST

  • દમણમાં રોડ નિર્માણમાં અડચણરૂપ દબાણો દૂર કર્યા
  • મામલતદારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી
  • સી-લિંક રોડનું ચાલી રહ્યું છે નિર્માણકાર્ય

દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territory) દેવકા બીચથી નાની દમણ જેટી સુધીના દરિયા કિનારે નવા સી-લિંક રોડના નિર્માણ કાર્યમાં અડચણ રૂપ કેટલાક દબાણો પર દમણ પ્રશાસને મામલતદારની હાજરીમાં બુલડોઝર ચલાવી જમીનદોસ્ત કર્યા હતા.

દમણમાં લિંક રોડ નિર્માણમાં આવતા દબાણો પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું
દમણમાં લિંક રોડ નિર્માણમાં આવતા દબાણો પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું

મામલતદારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી

નાની દમણના દેવકા બીચથી લઇને જેટી સુધીના દરિયા કિનારાના વિકાસ અર્થે સી લિન્ક રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ માર્ગની માર્જીનમાં આવેલા કેટલાક દબાણો અગાઉ પ્રશાસને દૂર કર્યા હતા. જ્યારે હોટલ સોવરિનના પાછળના ભાગે વોર્ડ નંબર 8માં મોટીગામ શેરીમાં માછી સમાજનો કોમ્યુનિટિ હોલ અને એક ગોડાઉનને દૂર કરવાના મુદ્દે મામલતદાર કોર્ટમાં સુનાવણી ચાલતી હતી.

આ પણ વાંચોઃ જામનગરમાં બાજરા સંશોધન કેન્દ્ર પાસે તંત્રએ ગેરકાયદેસર બાંધકામ પર ચલાવ્યું JCB

કોમ્યુનિટી હોલ અને ગોડાઉનને જમીનદોસ્ત કરાયા

જેમાં આખરે મામલતદારે દબાણો દૂર કરવાના આદેશ કર્યા હતા. તે બાદ મામલતદાર સાગર ઠક્કર અને તેમની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચીને કોમ્યુનિટી હોલ અને ગોડાઉન ઉપર બૂલડોઝર ફેરવીને દબાણ દૂર કર્યુ હતું.

આ પણ વાંચોઃ રણજીતનગરમાં ચાર દુકાનોનું ડિમોલિશન હાથ ધરાતા દુકાનદારે ફિનાઇલ પીવાનો પ્રયાસ કર્યો

પુરજોશમાં ચાલી રહ્યું છે કાર્ય

ઉલ્લેખનીય છે કે, દમણમાં મોટી દમણથી જામપોર બીચ સુધીના સી-લિંક રોડના નિર્માણ બાદ આ દરિયા કિનારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ત્યારે એવો જ વિકાસ હવે નાની દમણની જેટીથી દેવકા બીચ સુધી કરવાનો નીર્ધાર પ્રશાસને કર્યો છે. જેનું કાર્ય હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.