ETV Bharat / city

દાદરા નગર હવેલીમાં કોલેજોના એજન્ટો વિદ્યાર્થીઓને ગુમરાહ કરી રહ્યા છેઃ શિક્ષણ વિભાગ - Department of Education

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં નર્સિંગ અભ્યાસની સ્કોલરશીપને લઈને વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા છે, ત્યારે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે, મોટાભાગના વિદ્યાર્થીઓ જે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે અને સ્કોલરશીપની માગ કરી રહ્યા છે તે કોલેજ માત્ર ઓન પેપર છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેટલાક એજન્ટો ચેડા કરી રહ્યા છે. એટલે સ્કોલરશીપને રોકવામાં આવી છે.

દાદરા નગર હવેલીમાં કોલેજોના એજન્ટો વિદ્યાર્થીઓને ગુમરાહ કરી રહ્યા છેઃ શિક્ષણ વિભાગ

author img

By

Published : Jan 19, 2021, 5:30 PM IST

  • એજન્ટો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે
  • ફર્જી કોલેજોના નામે સ્કોલરશીપ નહિ મળે
  • માત્ર કાગળ પર છે નર્સિંગ કોલેજો

સેલવાસઃ શિક્ષણ વિભાગ કચેરી સામે સ્કોલરશીપ મદ્દે ધારણા પર બેસેલા વિદ્યાર્થીઓ સામે પ્રશાસને નરમ થવાને બદલે વધુ કડકાઈ દેખાડી છે. શિક્ષણ વિભાગે ખુલાસો કર્યો હતો કે, કર્ણાટકની 3 જેટલી કોલેજોમાં અભ્યાસના નામે આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્યને બગાડવામાં આવી રહ્યું છે. જેની તપાસ કરી પૂરતી જાણકારી મેળવી સ્કોલરશીપ રોકવામાં આવી છે.

વિદ્યાર્થીઓને સ્કોલશિપ નહિ મળતા ભૂખ હડતાલ સાથે ધારણા પર

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઉચ્ચ અભ્યાસ માટે અન્ય રાજ્યમાં સ્કોલરશીપ મેળવી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલશિપ નહિ મળતા ભૂખ હડતાલ સાથે ધારણા પર ઉતર્યા હતાં. સમગ્ર મામલે સાંજ સુધી પ્રશાસન ટસનું મસ થયું નથી. જેથી વિદ્યાર્થીઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 20 જાન્યુઆરી ફી ભરવાની અંતિમ તારીખ છે અને 9મી ફેબ્રુઆરીએ પરીક્ષા છે. જો સ્કોલરશીપ નહિ મળે તો અમે ગરીબ વિદ્યાર્થીઓ ફી નહિ ભરી શકીએ અને પરીક્ષા નહીં આપી શકીએ.

દાદરા નગર હવેલીમાં કોલેજોના એજન્ટો વિદ્યાર્થીઓને ગુમરાહ કરી રહ્યા છેઃ શિક્ષણ વિભાગ
દાદરા નગર હવેલીમાં કોલેજોના એજન્ટો વિદ્યાર્થીઓને ગુમરાહ કરી રહ્યા છેઃ શિક્ષણ વિભાગદાદરા નગર હવેલીમાં કોલેજોના એજન્ટો વિદ્યાર્થીઓને ગુમરાહ કરી રહ્યા છેઃ શિક્ષણ વિભાગ

સ્કોલશિપ નહિ મળે ત્યાં સુધી ભૂખ હડતાલ

આ મામલે ભૂખ હડતાલ પર બેસેલા સામાજિક કાર્યકર નીતિન રાઉતે જણાવ્યું હતું કે, આ પ્રશ્ન આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે. જ્યાં સુધી શિક્ષણ વિભાગ સ્કોલશિપ રિલીઝ નહિ કરે ત્યાં સુધી પોતે પોતાની ભૂખ હડતાલ ચાલુ રાખશે.

કર્ણાટકમાં ચાલે છે ફર્જી કોલેજ

જ્યારે સમગ્ર મામલે શિક્ષણ વિભાગના ડાયરેક્ટર ઇલેશ ગુરવે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી પ્રશાસન દર વર્ષે 9 કરોડ જેટલી સ્કોલરશીપ વિદ્યાર્થીઓને અલગ-અલગ અભ્યાસક્રમ માટે આપે છે. જેમાં 6 કરોડ જેવી રકમ માત્ર નર્સિંગ અભ્યાસક્રમ માટે જાય છે. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે, કર્ણાટકમાં કોઈ મોટા રાજકારણીની કોલેજ અને અન્ય 2 મળી કુલ 3 કોલેજ માત્ર ઓન પેપર છે. તેનું કોઈ બિલ્ડીંગ કે બીજી કોઈ બ્રાન્ચ નથી. આવી કોલેજોમાં કેટલાક સ્થાનિક એજન્ટ વિદ્યાર્થીઓને ગુમરાહ કરી અભ્યાસમાં ભવિષ્ય બગાડી રહ્યા છે એટલે એવા લોકો અને એવી કોલેજો પર પ્રશાસને રોક લગાવી છે કોઈપણ સંજોગોમાં આવી નકલી કોલેજો માટે સ્કોલરશીપ નહિ આપે.

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા

ઉલ્લેખનીય છે કે, પ્રશાસને ફર્જી કોલેજો તો શોધી કાઢી છે પરંતુ આવી જ કોલેજોમાં ગત વર્ષે સ્કોલરશીપ આપી હતી. જેના આધારે આદિવાસી વિદ્યાર્થીઓ એક વર્ષથી કે, બે વર્ષથી અભ્યાસ કરતા હતાં. હવે તેમનું અભ્યાસનું સપનું રોળાઈ ગયું છે. આશા રાખીએ કે પ્રશાંસન સ્કોલરશીપ અટકાવી ફર્જી કોલેજોનો ભાંડો ફોડવા સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખી સ્કોલરશીપ મામલે પણ યોગ્ય કાર્યવાહી કરે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.