લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૧૯ દરમિયાન દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ સૂરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાના એક્સેસિબિલટી ઓબ્ઝર્વર બી.કે.કુમારે મતદાનના દિવસે તાપી જિલ્લા સહિત ડાંગ જિલ્લાના માછળી, કાલીબેલ, દિવાનટેમ્બ્રુન, ગાઢવી, ચનખલ અને ભીસ્યા સહિત, નવસારી અને સૂરત જિલ્લાના કેટલાક મતદાન મથકોની મુલાકાત લીધી હતી. દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચે આપેલી માર્ગદર્શક સૂચનાઓની અમલવારી અને મતદારો માટેની વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી.
ડાંગ જિલ્લામાં નોંધાયેલા પ૮૦ દિવ્યાંગ મતદારો પૈકી પ્રશાસને જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ આહવા તાલુકામાં નોધાયેલા કુલ ૩૩૫ દિવ્યાંગ મતદારો પૈકી ૯૧ મતદારો માટે વાહન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી હતી. જ્યારે વધઇ તાલુકામાં નોંધાયેલા ૭૨ મતદારો પૈકી ૧૧ મતદારો સુબિર તાલુકાના ૧૭૩ દિવ્યાંગ મતદારો પૈકી ૬૯ મતદારો મળી કુલ ૧૭૧ દિવ્યાંગો માટે વાહન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી હતી.આ ઉપરાંત જિલ્લામાં ૬૫, અંધજન ૬૫, શ્રવણમંદ ૧૨, મંદબુદ્ધિ ૧૨, અને અન્ય ૧૭ જેટલા મતદારો માટે પણ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી.