ETV Bharat / city

વાપીમાં મહિલાની હત્યા કરનારા પ્રેમીની LCBએ ધરપકડ કરી - vapi news

વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દાખલ થયેલા વણઓળખાયેલી સ્ત્રીના મર્ડરનો ભેદ વલસાડ જિલ્લા પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમાં મૃતક મહિલા અન્ય કોઈ સાથે ફોન પર વાત કરતી હોવાની શંકા આધારે આક્રોશમાં તેના પ્રેમીએ જ મહિલાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

dungara Police Station
dungara Police Station
author img

By

Published : Feb 20, 2021, 10:50 PM IST

  • અજાણી મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો
  • પ્રેમીએ જ ગળું દબાવી કરી હતી હત્યા
  • પોલીસે આરોપીની ધરપકડ કરી
    વાપી

વાપી: ગત 6 ફેબ્રુઆરીએ વાપી નજીક આવેલા રાતા ગામના ભારત નગરની સિમમાં ઝાડી વાળી જગ્યામાં એક 30થી 35 વર્ષની અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું પેનલમાં પી.એમ કરાવતા સ્ત્રીનું ગળુ દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જે આધારે વલસાડ LCB પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી હત્યારાને દબોચી લઈને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

ગુનાવાળી જગ્યાની આજુબાજુના CCTV ફૂટેજ ચેક કરાયા

આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલાએ વિગતો આપી હતી કે, આ અંગે લોકલ ક્રાઇમ બ્રાંચ સહિતની અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલો, જેમાં ગુનાવાળી જગ્યાની આજુબાજુના CCTV ફૂટેજ ચેક કરી તે વિસ્તારના ચાલી માલીકો તથા ચાલીઓમાં રહેતા માણસોની પુછપરછ કરી મૃતક સ્ત્રી બાબતે માહિતી મેળવતા મૃતક સ્ત્રીનું નામ નિતુદેવી જીવન રાય હોવાનું અને તે વાપી છીરીની વડીયાવાડની ચાલીમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું.

CCTV ફૂટેજ આધારે હત્યાનો ભેદ ઉકેલાયો

તપાસમાં વધુ વિગતો મળી હતી કે મૃતક સ્ત્રીની હત્યા તેની સાથે લગ્નેતર પ્રેમ સંબંધ ધરાવતા વિનોદ મંડલ નામના શખ્સે કર્યું છે. પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે આરોપી વિનોદ નાગેશ્વર મંડલ કુર્મીની ધરપકડ કરી પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં પ્રેમી વિનોદ નાગેશ્વર મંડલે પ્રેમિકા નિતુ દેવી કોઈ અન્ય સાથે ફોન પર વાત કરતી હોય તે શંકાના આધારે તેને રાતા ભારત નગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં મળવા બોલાવી બોલાચાલી ઝઘડો કરી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. આરોપીએ મહિલાના મોબાઇલ તેમજ પર્સ ચોરી લઇ રાતના અંધારામાં મૃતદેહને ખુલ્લી ઝાડી જાંખરામાં ગટરના પાણીમાં નાંખી દઈ પોતાના ઘરે ભાગી ગયો હતો અને રાબેતા મુજબ આરતી કંપનીમાં નોકરી કરવા લાગેલો હતો.

મૃતક મહિલા 3 સંતાનોની માતા હતી

જોકે પોલીસે પુરાવા આધારે તેને દબોચી લઈને ધરપકડ કરી હત્યાના ગુનામાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઉલ્લેખનીય છે કે, હત્યા કરનારો વિનોદ મૃતક નિતુદેવીના ગામ બિહારનો અને તેના સગામાં હતો. મૃતક નિતુદેવીને 3 સંતાનો છે. જેને લઈને તેનો પતિ જાન્યુઆરી માસમાં વતન ગયો હતો, એટલે હત્યાના દિવસે નિતુદેવી પોતાના ઘરે એકલી હોવાથી તેની હત્યા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.