ETV Bharat / city

વાપીમાં ગુમ થયેલી સગીરા 5 દિવસે ઘરે પાછી આવી, પોતાની કેફિયત રજૂ કરી તો પરિવારજનોના રુવાંટા ઉભા થઈ ગયા - વાપીમાં ગુમ થયેલી સગીરા 5 દિવસે ઘરે પાછી આવી

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતી એક 14 વર્ષીય સગીરાનું અપહરણ કરીને 2 શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ડુંગરા પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી ગઇ છે. પોલીસ ફરિયાદ મુજબ 7મી ઓગષ્ટના રોજ સગીરા ઘરેથી ગુમ થઈ હતી. જે બાદ 13મી ઓગષ્ટના રોજ ઘરે પરત ફરી હતી. જે બાદ 2 વિધર્મી યુવકો તેનું અપહરણ કરીને લઈ ગયા હોવાનું અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો તેના માતા-પિતાને જણાવતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વાપીમાં ગુમ થયેલી સગીરા 5 દિવસે ઘરે પાછી આવી

author img

By

Published : Aug 15, 2021, 7:22 PM IST

  • વાપીમાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું
  • 2 વિધર્મી યુવકો સામે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
  • આરોપીઓએ સગીરાને પાંચ દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

વાપી: તાલુકા વિસ્તારમાંથી એક સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ તેમના માતાપિતાએ ડુંગરા પોલીસ મથકમાં નોંધાવ્યા બાદ અચાનક ઘરે પરત ફરેલી સગીરાએ તેમના માતાપિતાને હકીકતથી વાકેફ કરતા જણાવ્યું હતું કે, 2 વિધર્મી યુવકોએ તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. જેના આધારે ડુંગરા પોલીસ મથકમાં દુષ્કર્મની અને અપહરણની ફરિયાદ નોંધાતા ડુંગરા પોલીસે આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના

વાપીના ડુંગરા પોલીસ મથકમાં 10મી ઓગસ્ટના એક પરિવારે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની સગીર દીકરી 7મી ઓગષ્ટથી ગુમ થઈ છે. જે અંગે ડુંગરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન 13મી ઓગસ્ટના ગુમ થયેલ સગીરા તેમના ઘરે પરત આવી હતી. સગીરા પરત આવતા તેના માતાપિતાએ પૂછપરછ કરતા સગીરાએ જણાવ્યું હતું કે, સલીમ સુરતઅલી અને ઇમરાન નાદાર નામના 2 યુવકોએ તેનું અપહરણ કરી પાંચ દિવસ ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું છે.

પોલીસે અપહરણ અને દુષ્કર્મની કલમ ઉમેરી કાર્યવાહી હાથ ધરી

આ હકીકત સાંભળતા 14મી ઓગસ્ટના પીડિતાના પરિવારજનોએ ડુંગરા પોલીસને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતાં. જે અંગે PSI જયદીપ સોલંકીએ ટેલિફોનિક વાતચીતમાં વિગતો આપી હતી કે, સગીરા ગુમ થઈ ત્યારે ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ તેમણે તેમની સાથે બનેલી ઘટના વર્ણવતા ફરિયાદમાં અપહરણ અને દુષ્કર્મની કલમ ઉમેરી આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી: સૂત્ર

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આ ચકચારી ઘટનામાં ડુંગરા પોલીસે કેસની ગંભીરતાને ધ્યાને રાખીને 2 યુવકો પૈકી 1 યુવકની અટકાયત કરી છે. અપહરણ કરનાર 2 યુવકોએ તેના ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાનું તેના પરિવારને સગીરાએ જણાવતા પરિવારના સભ્યો હતપ્રભ બની ગયા છે. પોલીસ હાલમાં ઇમરાન નાદર નામક શખ્સની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી રહી છે અને અન્ય એક શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.