વલસાડ: સરીગામમાં ગ્રામ પંચાયતની સામે ખાલી પડેલા પ્લોટમાં શનિવારે સાંજે છ વાગ્યાના અરસામાં નાગ-નાગણ પ્રણયક્રીડા કરતા જોવા મળ્યા હતા, તેમની પ્રણયક્રીડા રાત્રી સુધી ચાલી હતી. આસપાસના લોકોના જણાવ્યા અનુસાર નાગ-નાગણનું જોડું આ જગ્યા ઉપર ઘણી વખત જોવામાં મળ્યું છે. આજદિન સુધી કોઈને પણ તકલીફ ન પહોંચાડી હોવાનું પણ જણાવ્યું હતું.
જંગલ વિસ્તારમાં સાપ દેખાતા હોય છે, પણ રહેણાંક વિસ્તારમાં આ નાગ-નાગણનું જોડું દેખાતા તેમની પ્રણયક્રીડા જોવા લોકો ઉમટી પડ્યા હતા. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કર્યો હતો.