ETV Bharat / city

વાપીમાં ભાગીદારીના ધંધામાં લાખોની છેતરપિંડી, 3 સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલી નાકોડા એન્ટરપ્રાઈઝના સંચાલક સામે તેમના જ ભાગીદારે છેતરપિંડીના ગંભીર આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. હાલ આરોપી દંપતી અને પુત્ર ફરાર છે. પોલીસે ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી.

ભાગીદારીના ધંધામાં ખોટી સહી કરી લાખોની છેતરપિંડી, 3 સામે નોંધાઇ ફરિયાદ

author img

By

Published : Oct 24, 2020, 5:29 PM IST

  • વાપીમાં ભાગીદારીના ધંધામાં ખોટી સહી કરી લાખોની છેતરપિંડી
  • છેતરપિંડી મામલે દંપતી અને પુત્ર સહિત 3 સામે નોંધાઇ ફરિયાદ
  • નાકોડા એન્ટરપ્રાઇઝના નામે 42 ફ્લેટનું એક બિલ્ડીંગ બનાવ્યું
  • છેતરપિંડીના ગુનામા સંડોવાએલા 3 આરોપી ફરાર

વલસાડઃ વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલી નાકોડા એન્ટરપ્રાઈઝના સંચાલક મોહન માલી અને તેમની પત્ની તથા પુત્ર સામે તેમના જ ભાગીદાર રિતેશ દોશીએ છેતરપિંડીના ગંભીર આરોપ સાથે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. લાખોની છેતરપિંડીના આ કિસ્સામાં હાલ આરોપી દંપતી અને પુત્ર ફરાર છે પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ભાગીદારીના ધંધામાં લાખોની છેતરપિંડી, 3 સામે નોંધાઇ ફરિયાદ

એન્ટરપ્રાઇઝના નામે 42 ફ્લેટનું બિલ્ડીંગ બનાવ્યું

વાપી ડુંગરાના નાકોડા એન્ટરપ્રાઇઝના ભાગીદાર તથા રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝના માલિક રિતેશ રમેશભાઈ દોશીએ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના નાકોડા એન્ટરપ્રાઇઝના ભાગીદાર મોહનલાલ માલી, પ્રમીલા મોહનલાલ માલી તથા તેમનો પુત્ર નીરજ મોહનલાલ માલી સાથે તેમના પિતાના કહેવાથી વર્ષ 2001માં ડુંગરા બ્રહ્મદેવ મંદિર સામે નાકોડા એન્ટરપ્રાઇઝના નામે 42 ફ્લેટનું એક બિલ્ડીંગ બનાવ્યું હતું. 2006માં બીજા 4 માળના બિલ્ડીંગમાં 24 ફ્લેટ તથા ચાર દુકાન બનાવી સહિયારી ભાગીદારીમાં કરાર કર્યો હતો કે, તમામ ફ્લેટ તથા દુકાનોનું વેચાણ નહીં કરવું પરંતુ ભાડેથી આપવાનું જે મુજબ તમામ 70 ફ્લેટનું મહિનાનું ભાડું 1.96 લાખ સરખે હિસ્સે વહેંચી લેવામાં આવતું હતું.

વર્ષ 2017ના જુલાઈ માસથી ઓગસ્ટ 2018 સુધીના 13 માસના ભાડાના 12,74000 રૂપિયા તેઓને નહીં મળતા રૂપિયાની માગણી કરી હતી. જેમાં આરોપીઓએ તેને ધાક-ધમકી આપતા આખરે બંને પક્ષે સમાધાન કરી ભાગીદારીમાંથી છૂટા પડ્યા હતા.

ખોટી સહી કરી કરાઇ છેતરપિંડી

બંને પક્ષોએ તારીખ 30-7-2018 ના રોજ અરસપરસનું સમાધાન કરી છુટ્ટા પડ્યા બાદ 14-08-2018ના ભાગીદારીનું રિટાયર્ડ ડિડ તૈયાર કર્યું હતું પરંતુ સમગ્ર મામલે રીતેશે વધુ તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે, મોહનલાલ માલીએ તેમના નામે 5 ભાડુઆતોના વેરીફીકેશન ફોર્મમાં ફોટો લગાડી ખોટી સહી કરી હતી. આ છેતરપિંડી સાથે વધુમાં આરોપીઓએ ભાગીદારીની મળતી કુલ રકમ 77 લાખના ચેકમાંથી માત્ર બે લાખનો ચેક પાસ થયો હતો. બાકીના રૂપિયા 75,00,000 ના તમામ ચેકો બેન્કમાંથી રિટર્ન થયા હતા.

છેતરપિંડી મામલે નોંધઇ ફરિયાદ

રિતેશ દોશીએ આરોપી ત્રિપુટીએ 2016-17-18ના વર્ષમાં કરેલી આ છેતરપિંડી અને નીકળતા રૂપિયા નહિ મળવાને કારણે ડુંગરા પોલીસ મથકમાં મોહનલાલ માલી, પ્રેમીલાબેન માલી અને નીરજ માલી સામે વિશ્વાસઘાત અને સહીનો ખોટો ઉપયોગ કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે. હાલ સમગ્ર પ્રકરણમાં ખોટી સહી કરવા સહિત લાખો રૂપિયાની મિલકતમાં છેતરપિંડી આચરનારી ત્રિપુટી ફરાર છે. જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.