ETV Bharat / city

રૂપાણી સરકારના પ્રધાન રમણ પાટકરનું રમણ-ભમણ નિવેદન, 'પ્રદૂષણ રાકવું એ પત્રકારોનું કામ છે!'

author img

By

Published : Jan 18, 2020, 11:54 AM IST

વલસાડ: છેલ્લા થોડા દિવસથી કોઈને કોઈ મુદ્દે બફાટ કરવાનો રેકોર્ડ બનાવી રહેલા વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણ પાટકરે વાપી-સરીગામ સહિતની GIDCમાં ફેલાતા પ્રદૂષણ અંગે GIDCમાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓની તપાસ પત્રકારોએ કરવી જોઈએ. રાજકારણીઓ પૂછી નથી શકતા તેવું બોલી વધુ એક બફાટ કર્યો હતો. આ પહેલા પાટકરની હા માં હા ભરતા સરીગામના ઇન્ચાર્જ સરપંચ અને એક સમયે સરીગામ GIDCના ઉદ્યોગોના પ્રદૂષણ કે નીતિનિયમો મુદ્દે ફરિયાદ કરી હતી. સરપંચ પણ ઉદ્યોગોમાં પ્રદૂષણ ઘટ્યું હોવાનું અને લોકો માત્ર પોતાના કોન્ટ્રાકટ મેળવવા અને ઉદ્યોગપતિઓને બ્લેકમેઇલ કરવા પ્રદૂષણની વાતો ઉડાવતા હોવાનું જણાવી રહ્યા છે.

forest minister raman patkar made blunder
વન પ્રધાન રમણ પાટકરનો બફાટ:પ્રદૂષણ અંગે પત્રકારો સવાલ પુછે, રાજકારણીઓને ઉદ્યોગપતિઓ જવાબ નથી આપતા

સરીગામ ગ્રામ પંચાયતનાં નવા ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહેલા વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણ પાટકરે કાર્યક્રમ દરમિયાન વધુ એક બફાટ કર્યો હતો. પાટકરને પ્રદૂષણ અંગે પત્રકારોએ પ્રશ્નો પુછતા તમણે જણાવ્યું હતું કે, પ્રદૂષણ મુદ્દે લોકોમાં જાગૃતિ આવી છે. હાલમાં જ કપરડામાં ગામના લોકોએ એક સાથે ચાર ટ્રક પકડી વાપીની કંપનીમાંથી ઠાલવાતો વેસ્ટ ઝડપી પાડ્યો હતો. આ અંગે પત્રકારોએ પણ જાગૃત બનવું જરૂરી છે. આ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓના સંચાલકોને જઈને પ્રશ્નો પૂછવા જોઈએ.

પાટકરના આ જવાબ અંગે જ્યારે પત્રકારોએ પૂછ્યું કે, જે ટ્રક પકડાયેલી તે છીરી ગામના સરપંચ અને તેના તાલુકા પંચાયતના સભ્યના પુત્રનો હોવાથી આ મામલે રાજકારણીઓની રહેમ નજર હેઠળ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે? તો આ અંગેના જવાબમાં પાટકરે જણાવ્યું હતું કે, આમાં કોઈ રાજકારણી સંડોવાયેલ નથી. કંપની સંચાલકોને રાજકારણી પ્રદૂષણ મુદ્દે નથી પૂછી શકતા, પણ પત્રકારો પૂછી શકે છે. એટલે તેમણે આને પોતાની નૈતિક ફરજ સમજવી જોઈએ.

વન પ્રધાન રમણ પાટકરનો બફાટ:પ્રદૂષણ અંગે પત્રકારો સવાલ પુછે, રાજકારણીઓને ઉદ્યોગપતિઓ જવાબ નથી આપતા

સરીગામ GIDCમાં ફેલાતા પ્રદૂષણ અંગે પાટકરે જણાવ્યું હતું કે, સરીગામ GIDCમાં હજારો લોકોને રોજગારી મળે છે. આર્થિક રીતે સ્વાવલંબી બન્યા છે. ઉદ્યોગોનો ગુજરાતનાં વિકાસમાં મહત્વનો ફાળો છે.વન પ્રધાનને ખુશ કરવા સરીગામના ઇન્ચાર્જ સરપંચ પણ સરીગામમાં પ્રદૂષણ ઘટ્યું હોવાનું જણાવ્યું છે. જો પ્રદૂષણ ફેલાતું હોય, તો લોકો ગામમાં રહે જ નહીં તેવી દલીલ કરી પ્રદૂષણ મામલે તાલુકા સભ્યએ જે વિરોધનો સુર વ્યક્ત કર્યો હતો. તેમણે અંગે જણાવ્યું હતું કે, કેટલાક લોકો પ્રદૂષણના નામે ઉદ્યોગકારોને બ્લેકમેઇલ કરે છે. પ્રદૂષણની વાતો ઉપજાવી કંપનીઓમાં કોન્ટ્રાકટ મેળવે છે. જો પ્રદૂષણ ફેલાતું હોય, તો તે મામલે GPCB છે. જેને રજૂઆત કરી શકાય છે. હાઈકોર્ટમાં અરજી પણ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, આ એ જ સરપંચ છે, જેણે પોતે પણ આ પહેલા સરીગામ GIDCના જ કેટલાક ઉદ્યોગો સામે નીતિ-નિયમો અંગે તેમજ પ્રદૂષણ મુદ્દે અનેક ફરિયાદો કરી છે, પરંતુ હવે તે ગામના સરપંચ બન્યા છે અને પ્રધાન રાજી રાખવા તેમની હામાં...હા...નો સુર મેળવી રહ્યા છે.

Intro:Location :- સરીગામ

સરીગામ :- છેલ્લા થોડા દિવસથી કોઈ ને કોઈ મુદ્દે બફાટ કરવામાં રેકોર્ડ બનાવી રહેલા વન અને આદિજાતિ વિકાસપ્રધાન રમણ પાટકરે વાપી-સરીગામ સહિતની GIDC માં ફેલાતા પ્રદુષણ અંગે GIDC માં પ્રદુષણ ફેલાવતી કંપનીઓનું પત્રકારોએ પુછાણું લેવું જોઈએ, રાજકારણીઓ પૂછી નથી શકતા તેવું બોલી વધુ એક બફાટ કર્યો છે. પાટકરની હા માં હા મેળવવામાં સરીગામ ના ઇન્ચાર્જ સરપંચ અને એક સમયે સરીગામ GIDC ના ઉદ્યોગોના પ્રદુષણ કે નીતિનિયમો મુદ્દે ફરિયાદ કરનારા સરપંચ પણ ઉદ્યોગોમાં પ્રદુષણ ઘટ્યું હોવાનું અને લોકો માત્ર પોતાના કોન્ટ્રાકટ મેળવવા અને ઉદ્યોગપતિઓને બ્લેકમેઇલ કરવા પ્રદુષણની વાતો ઉડાડતા હોવાનું જણાવી રહ્યા છે.

Body:સરીગામ ગ્રામપંચાયતના નવા ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહેલા વન અને આદિજાતિ વિકાસપ્રધાન રમણ પાટકરે કાર્યક્રમ દરમ્યાન વધુ એક બફાટ કરતા લોકોમાં હાંસિપાત્ર ઠર્યા હતાં. પાટકરને પ્રદુષણ અંગે પત્રકારોએ પ્રશ્નો પુછતા પાટકરે જણાવ્યું હતું કે પ્રદુષણ મુદ્દે લોકોમાં જાગૃતિ આવી છે. અને હાલમાં જ કપરડામાં ગામના લોકોએ એક સાથે ચાર ટ્રક પકડી વાપીની કંપનિમાંથી ઠાલવાતો વેસ્ટ ઝડપી પાડ્યો હતો. ત્યારે આ અંગે પત્રકારોએ પણ જાગૃત બનવું જરૂરી છે. અને આવુ પ્રદુષણ ફેલાવતી કંપનીઓના સંચાલકો ને જઈને પ્રશ્નો પૂછવા જોઈએ. પાટકરના આ જવાબ અંગે જ્યારે પત્રકારોએ પૂછ્યું કે જે ટ્રક પકડાયેલ તે છીરી ગામના સરપંચ અને તેના તાલુકા પંચાયતના સભ્ય પુત્રના હોય આ મામલે રાજકારણીઓની મીઠી રહેમ હેઠળ પ્રદુષણ ફેલાવી રહ્યા છે? તો તે અંગે જણાવ્યું હતું કે આમાં કોઈ રાજકારણી સંડોવાયેલ નથી. અને કંપની સંચાલકોને રાજકારણી પ્રદુષણ મુદ્દે નથી પૂછી શકતા પણ પત્રકારો પૂછી શકે છે. એટલે તેમણે આને પોતાની નૈતિક ફરજ સમજવી જોઈએ

વધુમાં સરીગામ GIDC માં ફેલાતા પ્રદુષણ અંગે પાટકરે જણાવ્યું હતું કે સરીગામ GIDCમાં હજારો લોકોને રોજગારી મળે છે. આર્થિક રીતે સ્વાવલંબી બન્યા છે. અને ઉદ્યોગોનો ગુજરાતમાં મહત્વનો ફાળો છે.

તો, વનપ્રધાનને ખુશ કરવાં સરીગામના ઇન્ચાર્જ સરપંચ પણ સરીગામમાં પ્રદુષણ ઘટ્યું હોવાનું અને જો પ્રદુષણ ફેલાતું હોય તો લોકો ગામમાં રહે જ નહીં તેવી દલીલ કરી પ્રદુષણ મામલે તાલુકા સભ્યએ જે વિરોધનો સુર વ્યક્ત કર્યો હતો તે અંગે જણાવ્યું હતું કે કેટલાક લોકો પ્રદુષણના નામે ઉદ્યોગકારો ને બ્લેકમેઇલ કરે છે. પ્રદૂષણની વાતો ઉપઝાવી કંપનીઓમાં કોન્ટ્રાકટ મેળવે છે.  જો પ્રદુષણ ફેલાતું હોય તો તે મામલે GPCB છે જેને રજુઆત કરી શકાય છે અને PIL પણ કરી શકાય છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે આ એ જ સરપંચ છે જેણે પોતે પણ આ પહેલા સરીગામ GIDC ના જ કેટલાક ઉદ્યોગો સામે નીતિનિયમો અંગે તેમજ પ્રદુષણ મુદ્દે અનેક ફરિયાદો કરી છે. પરંતુ હવે તે ગામના સરપંચ બન્યા છે અને મંત્રીને રાજી રાખવા તેની હા માં હા નો સુર કાઢી રહ્યા છે.

Bite :- રમણ પાટકર, રાજ્યપ્રધાન, વન અને આદિજાતી

Bite :- પંકજ રાય, સરપંચ, સરીગામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.