વાપી :વલસાડ જિલ્લાના વાપી અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝમાં 31મી મેં થી 25મી સપ્ટેમ્બર સુધીમાં 6 મેજર આગની ઘટના બની હતી. જેમાં 27મી જૂને સરીગામની દશમેશ રબ્બર કંપનીની આગ 3 દિવસ સુધી ભભૂકતી રહી હતી. એ પહેલાં 8 ઓગસ્ટ શક્તિ બાયો સાયન્સ કેમિકલની આગે વાપીવાસીઓના જીવ તાળવે ચોંટાડયા હતાં. તો, 27મી ઓગસ્ટના ફરી સરીગામની સેવન-ઇલેવન કલર કંપનીની આગમાં કંપનીને 6 કરોડો જેટલી નુકસાની વેઠવી પડી હતી. એ પહેલાં 31મી મેંએ ભિલાડ નજીક લક્કી પ્લાય એન્ડ લેમીનેટ્સ નામની પ્લાયવુડ કંપનીમાં પણ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. અને અંદાજિત 4.5 કરોડની નુકસાનીનો રિપોર્ટ તૈયાર કર્યો હતો.જો કે આવી આગની ઘટનામાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા કારણો સામે આવ્યા છે. જેમાં આગની ઘટના સમયે 6 માંથી 2 કંપનીઓ જ ચાલુ હતી. અને કામદારો તેમાં કામ કરતા હતાં. જ્યારે અન્ય 4 કંપનીઓ બંધ હતી.
![ઉદ્યોગોમાં FIRE NOC સુરતથી અપાતી હોઈ હાલમાં 5 મેજર ઉદ્યોગોને નોટિસ આપી તંત્રએ સતોષ માન્યો!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8945248_notice_fire_gj10020.jpg)
ઔદ્યોગિક એકમોમાં ભલે મોટેભાગે આકસ્મિક આગની ઘટના બનતી હોય છે. પણ સાથેસાથે એ વાત પણ જાણવા મળી છે કે ક્યારેક ઉદ્યોગકારો પોતે જ ઇન્સ્યોરન્સ પકાવવા, ખોટ કરતી કંપની માંથી કે બેંકની લોન, વેપારીઓને આપવાના થતા લાખો કરોડો રૃપિયામાંથી છુટકારો મેળવવા આગ લગાડતા આવ્યાં છે. આવી કંપનીઓ સામે ઇન્સ્યોરન્સ કંપની, બેન્ક કે અન્ય સામાજિક સંસ્થાઓ કાનૂની કાર્યવાહી કરી કાયદાનો પાઠ પણ ભણાવે છે. તેમ છતાં ફાયર સેફટીના મામલે બેદરકાર રહેતા ઉદ્યોગકારો કાયદાની અનેક છટકબારીથી છટકી જાય છે. એવા ઉદ્યોગકારો વર્ષે એકાદવાર ફરી કંપનીને આગને હવાલે કરી મોટી રકમ માટે કામદારોના જીવને પણ હણી લેતા અચકાતાં નથી.