- કામદારોના લઘુત્તમ વેતન દરમાં કરાયો વધારો
- દમણ પ્રશાસને કામદારોને આપી રાહત
- કોરોના કાળમાં આર્થિક રાહતને પગલે ખુશી અનુભવતાં કામદારો
- કુશળ કારીગરને 356.20 રૂપિયાનું પ્રતિદિન મહેનતાણું
દમણ :- સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલના આદેશથી દાદરા નગર હવેલી અને દમણ - દીવમાં લઘુત્તમ વેતન દરમાં પ્રતિદિનના સ્પેશિયલ એલાઉન્સમાં 27.78 ટકાનો વધારો કરી મોઘવારી અને કોરોનાકાળમાં શ્રમિકોને મોટી રાહત આપી છે. પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણના કેટલાક ઉદ્યોગો દ્વારા લઘુત્તમ વેતન દર કરતાં ઓછું મહેનતાણું ચૂકવતા હોય તેવા એકમો સામે લાલ આંખ કરે એવી આશા પણ સેવી છે. દાદરા નગર હવેલી અને દમણ- દીવમાં ઔદ્યોગિક , વાણિજ્યિક કે અન્ય એકમોમાં કામ કરતા કામદારો માટે કુશળ કારીગરને 356.20 રૂપિયાનું પ્રતિદિન મહેનતાણું વેતનમાં વધારો કરતો આદેશ બહાર પાડ્યો છે. હવેથી ઉદ્યોગોમાં કામ કરતા બિનકુશળ કામદારોને પ્રતિદિન 340.20 રૂપિયા, અર્ધકુશળ કારીગરને 348.20 રૂપિયા અને કુશળ કારીગરને 356.20 રૂપિયાનું પ્રતિદિન મહેનતાણું નિયત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ RTO કચેરીમાંથી ડુપ્લીકેટ RC બુક કઢાવવા માટે પોલીસ સ્ટેશનના ખોટા રબર સ્ટેમ્પ અને સહી કરી પૈસા પડાવતા પિતા-પુત્રની ધરપકડ
કામદારોમાં ખુશીનું મોજું પ્રસર્યું
દાદરા નગર હવેલી અને દમણના મોટાભાગના ઉદ્યોગોમાં કુશળ કારીગરને 356.20 રૂપિયાનું પ્રતિદિન મહેનતાણું વેતન કરતાં ઘણાં ઓછા દરથી ચૂકવવામાં આવે છે. ઉદ્યોગો દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળ કામદારોની ભરતી કરી તેમનું વ્યાપક શોષણ થતું હોવાની પણ બૂમરાણ મચેલી છે. ત્યારે, સંઘપ્રદેશ પ્રશાસન કામદારોના હિતની રખેવાળીમાં આગળ આવ્યું છે. દૈનિક મહેનતાણું વધારાતાં કામદારોમાં ખુશીનું મોજું પ્રસર્યું છે.
કેટલાક ઉદ્યોગ સંચાલકો દ્વારા કામદારોનું શોષણ
જો કે કામદારોએ આશા સેવી હતી કે, પ્રશાસનના આ આદેશ બાદ પણ કેટલાક ઉદ્યોગ સંચાલકો દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવે છે. ગત વર્ષે પણ લઘુતમ વેતનમાં વધારો કરેલો જે વેતન મુજબ વેતન ચૂકવાયું નથી. ત્યારે, કામદારોના શોષણ સામે પણ પ્રશાસન પોતાની આંખ લાલ કરે.
આ પણ વાંચોઃ કોવિડ દર્દીઓની સારવારમાં અનેક પડકારો છે, તો યાદગાર પ્રસંગો પણ