- વરસાદ ખેંચાતા આદિવાસીઓ માટેના મહત્ત્વના પાકને નુકસાન
- નાગલીના ધરુ ( Nagli crop ) પાણીના અભાવે સૂકાયાં
- ફક્ત ચોમાસા દરમિયાન થતી હોય છે નાગલીની ખેતી
ધરમપુરઃ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાને ચોમાસા દરમિયાન ચેરાપુંજી ગણવામાં આવે છે એમાં પણ ધરમપુર અને કપરાડા વિસ્તારમાં 100 ઇંચ કરતાં વધુ Rain નોંધાય છે. તેમ છતાં અહીં પાણીની તંગી ઉનાળામાં વર્તાતી રહે છે. આ વર્ષે 14 જૂનના રોજ વરસાદ આવ્યાં બાદ ખેંચાઈ જતાં અનેક ખેડૂતોની મૂંઝવણ વધી ગઈ છે. એમાં પણ ધરમપુર વિસ્તારના ડુંગરાળ અને ઊંડાણના ગામોમાં જ્યાં ડુંગરમાં નાગલીની ખેતી ( Nagli crop ) થતી હોય છે એવા વિસ્તારમાં વરસાદ ખેંચાઇ જતાં ખેડૂતોની મૂંઝવણનો પાર નથી. કારણ કે ખેતરમાં નાગલીનું ધાન વાવ્યાં બાદ ધરું ફેરરોપણી માટે તૈયાર થયું નથી. વરસાદ ખેંચાઈ જતાં ધરુ પાણી વિના સૂકાઈ ગયાં છે.
ખેડૂતો માટે વિવિધ ધાન્યનો રોપણીનો સમય વીતી રહ્યો છેવલસાડ જિલ્લામાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થઇ જતો હોય છે. આ વર્ષે પણ 6 જૂનના રોજથી મેઘરાજાએ પોતાની કૃપા દૃષ્ટિ વલસાડ જિલ્લામાં ઉતારી હતી અને તે બાદ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હતો. પરંતુ છેલ્લા પંદર દિવસથી વરસાદ ખેંચાઇ જતાં ખેડૂતો માટે વિવિધ ધાન્યનો રોપણીનો સમય વીતી રહ્યો છે. વળી અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં માત્ર વરસાદી પાણીથી ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે એમાં પણ નાગલી (રાગી)ની ખેતી ( Nagli crop ) કરતા ખેડૂતોના ખેતરમાં વરસાદ નહીં આવવાને કારણે ફેરરોપણી માટેનો પાક સૂકાઈ ગયો છે જેને લઇને ખેડૂતોની હાલત દયનીય બની છે.
Nagli એ ડાયાબિટીસ માટે પણ ઉપયોગી ધાન્ય છે
અંતરિયાળ વિસ્તારમાં અને ડુંગરાળ ક્ષેત્રમાં થતી રાગી એટલે કે નાગલીના પાકની ( Nagli crop ) માગ શહેરીકક્ષાએ પણ વધુ છે કારણ કે તેનો ઉપયોગ ભોજનમાં કરવાથી ડાયાબિટીસના દર્દીઓને સીધો ફાયદો થતો હોય છે. કેટલાક તબીબો ચોખા કે જુવાર છોડી રાગીના રોટલાનો ઉપયોગ કરવા દર્દીઓને ભલામણ કરતા હોય છે જેથી શહેર કક્ષાએ તેની માગ વધુ છે. જોકે મેઘરાજા રીસાઇ જતા હવે અંતરિયાળ વિસ્તારના ખેડૂતો જે માત્ર વરસાદી પાણી ઉપર રાગીની ખેતી ( Nagli crop ) કરે છે તેઓની હાલત કફોડી બની છે. તેમના ખેતરોમાં તૈયાર થયેલા ધરુ પાણી ન મળતાં સૂકાવા લાગ્યાં છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો તેમની સ્થિતિ વધુ બગડે તેમ છે.
આ પણ વાંચોઃ Navsari Agricultural University નિષ્ણાતે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડાંગર સહિતના પાક અંગે વિશેષ ટિપ્સ આપી
આ પણ વાંચોઃ સુરત જિલ્લામાં મેઘરાજા રુઠતા ખરીફ પાકના વાવેતરમાં ધરખમ ઘટાડો, ખેડૂતોની ચિંતા વધી