- પ્રદેશના અસ્તિત્વ માટે મતદાન કરો:કલાબેન ડેલકર
- શિવસેના ઉમેદવારે સેલવાસમાં મતદાન કર્યું
- ભાજપના ઉમેદવારે પોતાના ગામ કાઉંચામાં મતદાન કર્યું
સેલવાસ: દાદરા નગર હવેલીમાં યોજાયેલ લોકસભાની પેટા ચૂંટણી (DNH by-election)ના મતદાનમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાંવિતે કાઉંચા ગામે અને શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરે સેલવાસમાં ટોકરખાડા પ્રાથમિક શાળામાં પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું.
મહેશ ગાંવિતે કાઉંચા ગામે વોર્ડ નંબર 1 પારસપાડામાં મતદાન કર્યું
દાદરા નગર હવેલી લોકસભા પેટા ચૂંટણીમાં ભાજપ (BJP)ના ઉમેદવાર મહેશ ગાંવિતે કાઉંચા ગામે વોર્ડ નંબર 1 પારસપાડામાં મતદાન કર્યું હતું. પોતાના જીતના દાવા સાથે મતદાન કરવા આવેલા મહેશ ગાંવિતે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. જ્યારે શિવસેના (Shiv Sena)ના ઉમેદવાર અને જેના નિધન બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે. તેવા દિવંગત મોહન ડેલકર (mohan delkar)ના પત્ની કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકરે સેલવાસમાં ટોકરખાડા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.
અન્યાયની સામે ન્યાયનું મતદાન હશે
મતદાન કરવા આવેલા શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરે જણાવ્યું હતું કે આ ચૂંટણી પ્રદેશના ઉજ્જવળ ભવિષ્ય માટે તાનાશાહીની વિરુદ્ધ પ્રદેશના લોકોના હક અધિકારની ચૂંટણી છે. જેટલું પણ મતદાન થશે તે મોહનભાઈને થયેલા અન્યાયની સામે ન્યાયનું મતદાન હશે. એટલે લોકો વધુમાં વધુ મતદાન કરે.
આ પણ વાંચો: મોહન ડેલકર આત્મહત્યા કેસ : આદિવાસી સંગઠને સેલવાસ પોલીસ વડાને આવેદન આપ્યું
મોહન ડેલકરના નિધનને સાચી શ્રદ્ધાંજલિ
તો દિવંગત મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે મતદારો ને અપીલ કરતા જણાવ્યું હતું કે, લોકો મતદાન કરવા બહાર નીકળે, 8 મહિના પહેલા તેમના પિતાનું નિધન થયુ હતું. જે બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે, મોહન ડેલકરના નિધનને સાચી શ્રદ્ધાંજલિ આપવા તેને યાદ કરીને આ ચૂંટણીમાં મતદાન કરવા લોકો આગળ આવે.
આ પણ વાંચો: DNH લોકસભાની પેટા ચૂંટણી બાબતે શિવસેનાના કાર્યકર્તાની ધરપકડ, સંજય રાઉત સહિતના નેતાઓની સેન્ટ્રલ ઓબ્ઝર્વર સમક્ષ રજૂઆત