ETV Bharat / city

વાપીમાં ધારાસભ્ય કનુ દેસાઈને પ્રધાનમંડળમાં સ્થાન મળતા કાર્યકરોએ ફટાકડા ફોડી, મોઢું મીઠું કરી હર્ષની લાગણી કરી વ્યક્ત - Kanu Desai in the cabinet

વલસાડ જિલ્લાના પારડી વિધાનસભાના ધારાસભ્ય અને વલસાડ જિલ્લાના કનુભાઈ દેસાઈને ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ટીમમાં કેબિનેટ પ્રધાન તરીકે સ્થાન મળતા વાપીમાં કનુભાઈના કાર્યાલય પર કાર્યકરોએ એકઠા થઇ ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું તેમજ કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં અનેક સેવાકીય કર્યો કરશે અને જિલ્લાને વિકાસની ઉંચાઈએ લઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પારડી વિધાનસભાના ધારાસભ્ય કનું દેસાઈને મંત્રી મંડળમાં સ્થાન

author img

By

Published : Sep 16, 2021, 7:18 PM IST

  • પારડી વિધાનસભાના ધારાસભ્ય કનું દેસાઈને મંત્રી મંડળમાં સ્થાન
  • વાપીમાં કનું દેસાઈના કાર્યાલય પર ફટાકડા ફોડ્યા
  • કાર્યકરોએ એકબીજાને મોઢું મીઠું કરાવ્યું

વાપી: વલસાડ જિલ્લાના રાજકારણમાં ચાણક્ય ગણાતા કનુભાઈ દેસાઈને ગુજરાતમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાન મંડળમાં સ્થાન મળ્યું છે. ગુરૂવારે યોજાયેલી શપથવિધિ કાર્યક્રમમાં કનુભાઈ દેસાઈએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે. જેને લઈને વાપીમાં કનુ દેસાઈના કાર્યાલય પર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં ભાજપ કાર્યકરો માટે અદકેરું વ્યક્તિત્વ ધરાવતા નેતા મનાય છે. એ ઉપરાંત વાપી GIDC માં આવેલા ઉદ્યોગોમાં પણ તે સર્વેસર્વા છે.

પારડી વિધાનસભાના ધારાસભ્ય કનું દેસાઈને મંત્રી મંડળમાં સ્થાન

કનુ દેસાઇની રાજકીય કારકિર્દી અને જીવનના પાસાઓ અંગે માહિતી

કનુ દેસાઈની રાજકીય કારકિર્દી અને તેના જીવનના અન્ય પાસાઓ વ્યક્તિત્વ અંગે વાત કરીએ તો કનુ દેસાઈનો જન્મ અને ઉછેર પારડી તાલુકાના ઉમરસાડીમાં થયો છે. હાલમાં તે વાપી ખાતે રહે છે, તેણે બી.કોમ પૂર્ણ કર્યું છે. તેનો જન્મ 3 ફેબ્રુઆરી 1951ના રોજ થયો હતો. તેઓ 1974થી 2014 સુધી યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ (UPL) સાથે વાઇસ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ બાબતો) છે. જેમાં ઔદ્યોગિક વહીવટ અને કોર્પોરેટ સામાજિક જવાબદારીઓ સામેલ છે, તેનો કાર્યભાર સાંભળે છે. હાલમાં તે કંપનીમાં કોર્પોરેટ બાબતોના ડિરેક્ટર છે.

આટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે કનુ દેસાઈ

કનુભાઈ દેસાઈ નોટિફાઇડ એરિયા ઓથોરિટી, જીઆઇડીસી વાપીના પ્રથમ ચેરમેન હતા. હાલમાં તેઓ 2 ટર્મ માટે નોટીફાઇડ એરિયા ઓથોરિટીના પ્રમુખ છે, તેઓ રોટરી ક્લબ ઓફ વાપીના સભ્ય, રોટરી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી, જ્ઞાનધામ વાપી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને 2000 વિદ્યાર્થીઓ ધરાવતી આહવા અંગ્રેજી માધ્યમ શાળાના વહીવટમાં સામેલ છે.

પોતાના મત વિસ્તારમાં કર્યા છે સેવાકીય કાર્યો

ROFEL ટ્રસ્ટ સાથે સંકળાયેલા સાન્દ્રા શ્રોફ ટ્રસ્ટના ટ્રસ્ટી જે 6000 વિદ્યાર્થીઓ સાથે નર્સિંગ કોલેજ, BBA, MCA, MBA, BA, B.Com & Pharmacy ચલાવી રહ્યા છે. પારડીના રામેશ્વર ટ્રસ્ટના ટ્રસ્ટી, જેમાં રસ્તા, વીજળી, પાણીની સુવિધા પૂરી પાડવાનો સમાવેશ થાય છે.

UPL ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓમાં ઉત્સાહ

કનુભાઈ દેસાઈ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ના સભ્ય છે અને 2007 માં સૌથી વધુ મતોથી ચૂંટાયા હતા. એ ઉપરાંત મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી, વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડના ડિરેક્ટર છે. તેઓ ગુજરાત સરકારના વન્યજીવન અને વન મંત્રાલય હેઠળ ગુજરાત વાઇલ્ડ લાઇફના સભ્ય છે.

ધારાસભ્ય કનુ દેસાઈને પ્રધાનમંડળમાં સ્થાન મળતા કાર્યકરોએ ફટાકડા ફોડી, મોઢું મીઠું કરી હર્ષની લાગણી કરી વ્યક્ત

કનુ દેસાઈની રાજકીય સફર

રાજકીય કારકિર્દીની વાત કરીએ તો ગુજરાતમાં વલસાડ જિલ્લાના પારડી ખાતે 1973 માં વિદ્યાર્થી તરીકે "નવનિર્માણ એજીટેશન"માં સક્રિય ભાગ લીધો હતો. તેઓ 1973 થી ભાજપ અને જનસંઘ સાથે સંકળાયેલા છે. તેઓ 2006 થી 2009 સુધી વાપી નોટિફાઇડ મંડળમાં કોશાધ્યાક્ષ તરીકે નિમણૂક પામ્યા છે. 2009 થી 2012 સુધી તેઓ વલસાડ જિલ્લા કોષાધ્યક્ષ તરીકે પણ નિમણૂક પામ્યા હતા. તેઓ 2012 માં પારડી -180 મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ વર્ષ 2017માં પણ પારડી વિધાનસભામાં જંગી બહુમતથી ચૂંટણી જીત્યા છે. સતત બીજી ટર્મ માટે ભાજપ વલસાડ જિલ્લાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.