ETV Bharat / city

વાપીમાં ક્વોરેન્ટાઇન કરાયેલા યુવકે 13 વર્ષની કિશોરી પર આચર્યું દુષ્કર્મ - વાપીમાં ગુનાનું પ્રમાણ

વાપી પાસેના એક ગામમાં હોમ ક્વોરેન્ટાઇન થયેલા યુવકે પડોશમાં રહેતી 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું છે. જેથી પોલીસે ફરિયાદ દાખલ કરી દુષ્કર્મ આચરનારા યુવકની ધરપકડ કરી છે.

ETV BHARAT
વાપીમાં ક્વોરેન્ટાઇન કરાયેલા યુવકે 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું
author img

By

Published : Jun 22, 2020, 5:04 PM IST

વલસાડ: વાપી પાસેના એક ગામમાં રહેતા એક હવસખોર યુવકે 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. આ આરોપીની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આ હવસખોર યુવકને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ પડોશમાં રહેતી કિશોરીને પોતાના રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ કિશોરી સાથે દુષ્કર્મ આચરી કોઈને જણાવવા પર જાનથી મારવાની ધમકી પણ આપી હતી.

વાપીમાં ક્વોરેન્ટાઇન કરાયેલા યુવકે 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું

વલસાડમાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ

  • આરોપીની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવવાથી આરોપીને કરાયો હતો હોમ ક્વોરેન્ટાઇન
  • ક્વોરેન્ટાઇન દરમિયાન આરોપીએ આચર્યું દુષ્કર્મ
  • પોલીસે PPE કીટ પહેરી આરોપીની કરી ધરપકડ

કિશોરીના માતા-પિતાને દુષ્કર્મની જાણ થતાં, તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. જેથી પોલીસે PPE કીટ પહેરીને દુષ્કર્મ આચરનારા યુવકની ધરપકડ કરી કોરોના ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ દુષ્કર્મ આચરનારો ઓમજીકુમાર જગન્નાથ આરોગ્ય ખાતા દ્વારા હોમ ક્વોરેન્ટાઈન થયો હતો. ક્વોરેન્ટાઈન દરમિયાન શનિવારે આ યુવકે પાડોશમાં રહેતી 13 વર્ષીય બાળકીને ઘરમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ આરોપીની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ હોવાથી, 10 દિવસ બાદ આરોપી પતિના સેમ્પલ પણ આરોગ્ય વિભાગ દ્વારા લેવાના હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.