વાપી: વાપી નગરપાલિકા વિસ્તારમાં સેવા સપ્તાહ અંતર્ગત વાપી શહેર ભાજપ સંગઠન, વાપી નગરપાલિકા દ્વારા લોકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ આવે, લોકો પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ બંધ કરી કાપડની થેલીઓનો ઉપયોગ કરે તેવા આશય સાથે 2000 કાપડની થેલીઓનું અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વાપીમાં ભાજપ દ્વારા પ્લાસ્ટિક જાગૃતિ ફેલાવવા 2000 કાપડની થેલીઓનું વિતરણ કરાયું આ પ્રસંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ અને વાપી શહેર જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ સતીષ પટેલે લોકોને આહ્વાન કર્યું હતું કે લોકો પ્લાસ્ટિકનો 50 માઈક્રોન સુધીની થેલીઓનો ઉપયોગ બંધ કરે, જિલ્લામાં હાલ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા સપ્તાહમાં અનેકવિધ કાર્યક્રમો સાથે લોકોમાં પ્લાસ્ટિક જન જાગૃતિ આણવાનું પણ આ અભિયાન છે.
વાપીમાં ભાજપ દ્વારા પ્લાસ્ટિક જાગૃતિ ફેલાવવા 2000 કાપડની થેલીઓનું વિતરણ કરાયું સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક પ્રદૂષણે માજા મુકી છે. શહેરોની ગટરોથી લઈને દરિયામાં પ્લાસ્ટિકથી ભયંકર પ્રદૂષણ ફેલાયું છે. પાલતુ પશુઓથી માંડીને દરિયાઈ જીવસૃષ્ટિના નિકંદનમાં પ્લાસ્ટિક મુખ્ય વિલન બની રહ્યું છે. ત્યારે લોકો અને વેપારીઓ પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીઓ વાપરે તે માટે લોકોને જાગૃત કરી કાપડની થેલીની સાથે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2022 સુધીના પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કર્યો હતો.વાપીમાં ભાજપ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવા કાપડની 2000 થેલીઓનું વિતરણ કરાયું