ETV Bharat / city

એક જ સિસ્ટમ હોવા છતાં 2 લેબોરેટરીના રિપોર્ટ કેમ અલગ પડે છે? મહુવામાં ETV Bharatની ટીમે કરી વિશેષ ચકાસણી

ભાવનગર જિલ્લાના મહુવામાં વિવિધ ડિગ્રીઓ ધરાવતા લોકોની 33 લેબોરેટરી આવેલી છે, જેમાં માત્ર ત્રણ પેથોલોજિસ્ટ અને 30 લેબોરેટરીયન દ્વારા ચલાવવામાં આવે છે. અહીંના લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. એક તરફ કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. એક જ સિસ્ટમ હોવાં છતાં 2 લેબોરેટરીનાં રિપોર્ટમાં તફાવત આવે છે. કેટલીક વાર તો અભણ લોકો પણ રિપોર્ટ કરીને આપે છે. આવા લોકો દર્દીના આરોગ્ય કરતા પૈસાને મહત્ત્વ આપે છે.

એક જ સિસ્ટમ હોવા છતાં 2 લેબોરેટરીના રિપોર્ટ કેમ અલગ પડે છે? મહુવામાં ETV Bharatની ટીમે કરી વિશેષ ચકાસણી
એક જ સિસ્ટમ હોવા છતાં 2 લેબોરેટરીના રિપોર્ટ કેમ અલગ પડે છે? મહુવામાં ETV Bharatની ટીમે કરી વિશેષ ચકાસણી
author img

By

Published : Sep 6, 2021, 2:13 PM IST

  • મહુવામાં લેબોરેટરી ટેક્નિશિયન અંગે થયો હતો વિવાદ
  • લેબોરેટરી ટેક્નિશિયન, પેથોલોજિસ્ટ અને એડવાન્સ લેબ એમ 3 વિભાગમાં નિયમો સાથે ખોલી શકાય છે લેબોરેટરી
  • થોડા વર્ષો પહેલા સર્જાયો હતો વિવાદ બાદ સરકાર દ્વારા જાહેર કરાયા હતા નવા નીતિ નિયમો
  • એક જ સિસ્ટમ હોવા છતાં બે લેબોરેટરીના રિપોર્ટમાં આવે છે તફાવત

ભાવનગરઃ મહુવા શહેરમાં વિવિધ ડિગ્રીઓ ધરાવતા લોકોની 33 લેબોરેટરી આવેલી છે. અહીં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. એક તરફ કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ETV Bharatની ટીમે લેબોરેટરીની યોગ્યતા વિશે ચકાસણી કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે, થોડા વર્ષો પહેલા માત્ર પેથોલોજિસ્ટની સહીવાળો રિપોર્ટ માન્ય ગણાશે, જેથી લેબ ટેક્નિશિયનોના વેપાર પર સીધી અસર પડી હતી અને લેબ ટેક્નિશિયનો કે જેને માત્ર બ્લડ, યુરિન વગેરે કલેક્ટ કરવાનું હોય છે.

આ પણ વાંચો- હળવદના દીઘડિયા ગામમાંથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

સરકારે લેબોરેટરી ચલાવવા નીતિનિયમો જાહેર કર્યા છે

લેબ ટેક્નિશિયનોએ સરકારમાં વિવિધ રજૂઆત કરતા સરકારે લેબોરેટરી ચલાવવાની નવી નીતિ અને નિયમો જાહેર કર્યા હતા, જેમાં લેબ ટેક્નિશિયન સામાન્ય રિપોર્ટ કરી શકે, પેથોલોજિસ્ટ વિશિષ્ટ રિપોર્ટ કરી શકે અને એડવાન્સ લેબ તમામ રિપોર્ટ કરી શકે તેવી માહિતી આપવામાં આવી અને તમામે પોતાની લેબમાં નિયમ પ્રમાણે સ્ટાફ, ફર્નિચર, યોગ્યતા વગેરે ઉપલબ્ધ રાખવું ફરજિયાત છે.

મહુવામાં વિવિધ ડિગ્રીઓ ધરાવતા લોકોની 33 લેબોરેટરી આવેલી છે

આ પણ વાંચો- કોરોનાગ્રસ્ત બોગસ ડૉક્ટર સામે જન આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો નોંધાયો

મહુવામાં માત્ર 3 પેથોલોજિસ્ટ અને 30 લેબોરેટરિશિયન છે

મહુવાની વાત કરીએ તો, અહીં પણ 33 લેબોરેટરી આવેલી છે, જેમાં માત્ર 3 પેથોલોજિસ્ટ અને 30 લેબોરેટરિશિયન દ્વારા ચલાવવામાં આવે છે. તેમાં બ્લડ લેતા, યુરિન લેતા કર્મચારીઓ પર અનેક સવાલો ઉભા થાય છે. જેમ કે, લેબ ટેક્નિશિયનો ડૉક્ટરો સાથે મિલીભગત કરી હાટડાઓ ઉભા કરે છે. આ હાટડાઓમાં સરકારના નિયમોનું પાલન થાય છે કે કેમ? તેની ચકાસણી કરવાની જવાબદારી કોના માથે? આ લેબોરેટરીની અંદર મશીનોની વાત કરીએ તો, સરકારની ગાઇડ લાઈન પ્રમાણે હોતા નથી અથવા તો નવું અપડેટેશન હોતું નથી.

કેટલાક લોકો ડોક્ટર્સ સાથે મળીને લેબોરેટરી ચલાવી રહ્યા છે

અહીં એક જ રિપોર્ટ એક જ દર્દીના 2 જગ્યાએ એક જ સમયે તો બંનેમાં તફાવત શા માટે? તો કહી શકીએ કે, ક્યાંકને ક્યાંક દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. બીજી તરફ વાત કરીએ તો, મોટી હોસ્પિટલમાં પણ ડૉક્ટર્સ પોતાની જ લેબોરેટરી ખોલીને બેઠા હોય છે અને ઓફ ધ રેકોર્ડ એવું પણ જાણવા મળ્યું છે કે, ડૉક્ટર્સ સાથે ભાગ બટાઈ કરી અમુક લેબોરેટરીઓ ધમધમી રહી છે. હવે આ લેબોરેટરીની અંદર જે કર્મચારીઓ કામ કરે છે તેના ક્વાલિફિકેશન પર પણ સવાલો ઉભા કરે છે. જાણવા મળતી માહિતી મુજબ, પ્રમાણે ધોરણ 10થી ઓછું ભણેલા લોકો પણ અહીં દર્દીઓના બ્લડ સેમ્પલ લે છે. માત્ર બીએ કરેલા લોકો લેબોરેટરી ચલાવે છે. જ્યારે દર્દી ડૉક્ટર્સની સૂચના અનુસાર, લેબોરેટરી કરાવવા જાય ત્યારે એક શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જતા હોય છે, પરંતુ આ ગોરખધંધા બાબતે સરકાર ક્યારે યોગ્ય વિચાર કરશે તે જોવાનું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.