ETV Bharat / city

Unseasonal Rains in Bhavnagar: માર્કેટિંગ યાર્ડે સૂચના આપી છતાં ખેડૂતો મગફળી લઈ આવ્યા, 25,000 ગુણો પલળી ગઈ

ભાવનગરમાં મોડી રાત્રે કમોસમી વરસાદ (Unseasonal Rains in Bhavnagar) પડતાં માર્કેટિંગ યાર્ડમાં (Bhavnagar Marketing Yard) રહેલો પાક પલળી ગયો હતો. યાર્ડમાં મગફળીની આવક વચ્ચે યાર્ડના તંત્રએ આપેલી સૂચના છતાં (Notice of Bhavnagar Marketing Yard) મગફળી અંગે તકેદારી કે સાવચેતી ન રાખતા મગફળી પલળી ગઈ (Damage to farmers in Bhavnagar) છે. તો આ તરફ યાર્ડનું તંત્ર ખેડૂતોએ ગંભીરતા ન લીધી હોવાનો દોષ થોપી રહ્યું છે. બીજી તરફ ખેડૂતોએ મગફળી પલળી ગઈ હોવાથી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Unseasonal Rains in Bhavnagar: માર્કેટિંગ યાર્ડે સૂચના આપી છતાં ખેડૂતો મગફળી લઈ આવ્યા, 25,000 ગુણો પલળી ગઈ
Unseasonal Rains in Bhavnagar: માર્કેટિંગ યાર્ડે સૂચના આપી છતાં ખેડૂતો મગફળી લઈ આવ્યા, 25,000 ગુણો પલળી ગઈ
author img

By

Published : Dec 1, 2021, 3:01 PM IST

  • ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 50 ટકા મગફળી માવઠામાં પલળી જતા નુકસાની
  • સૂચના હોવા છતાં માવઠાની આગાહી વચ્ચે ખેડૂતો 35,000 ગુણી રવિવારે લાવ્યા
  • યાર્ડમાં 25,000 ગુણી હોઈ જેમાં 50 ટકા ખેડૂતોએ પ્લાસ્ટિક ઢાંકી સુરક્ષિત કરી
  • 12થી 13,000 ગુણી પલળી જતા ખેડુતના મતે 50 ટકા નુકસાન તો યાર્ડના મતે નહીં

ભાવનગરઃ શહેરમાં અને જિલ્લામાં મોડી રાત્રિથી વરસાદનું આગમન (Unseasonal Rains in Bhavnagar) થયું હતું. સરકારની માવઠાની આગાહી વચ્ચે માવઠું થતા યાર્ડમાં રહેલી આશરે 13,000 ગુણી પલળી ગઈ છે. માવઠાના કારણે ખેડૂત નુકસાનની ભીતિ સેવે છે. તો યાર્ડના તંત્રએ વરસાદની માત્રા જોઈને નુકસાન નહીવત્ હોવાનું (Notice of Bhavnagar Marketing Yard) જણાવે છે, પરંતુ આગાહી વચ્ચે મગફળી યાર્ડમાં આવી અને પલળી ત્યાં સુધી ગંભીરતા ન હોવાથી કોણ જવાબદાર? જોઈએ.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 50 ટકા મગફળી માવઠામાં પલળી જતા નુકશાની

આ પણ વાંચો- દિવાળી પછી સારી આવક સાથે શરૂ થયું પાટણનું APMC, ખેત પેદાશોના ભાવમાં આવી તેજી

આગાહી વચ્ચે યાર્ડમાં રવિવારે 35,000 ગુણી આવી

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં (bhavnagar marketing yard news) મગફળીની આવક છેલ્લા ઘણા સમયથી છે. 28 નવેમ્બરે (રવિવારે) ખેડૂતો 35,000 જેટલી ગુણી મગફળી લઈને આવ્યા હતા. મગફળી આગાહી વચ્ચે આવતા ચિંતાનો માહોલ હતો. તો યાર્ડના સેક્રેટરી દોલુભા રોયલાએ જણાવ્યું હતું કે, યાર્ડમાં રવિવારે ખેડૂતો મગફળી 35,000 ગુણી લાવ્યા હતા. આમાંથી 10,000 ગુણી વંચાઈને ઉપડી ગઈ હતી, પરંતુ 25,000 ગુણી મગફળીમાં (soaking 25,000 points) 50 ટકા ખેડૂતોએ પ્લાસ્ટિકની વ્યવસ્થા કરીને (Arrangements for crops at Bhavnagar Marketing Yard) બચાવ કર્યો છે. જ્યારે આશરે 50 ટકા ખેડૂત કે વ્યાપારી કે દલાલોએ વ્યવસ્થા (Arrangements for crops at Bhavnagar Marketing Yard) નહીં કરી હોવાથી પલળી ગઈ છે, પરંતુ વરસાદ ઝરમર હોવાથી વધુ મગફળી પલળી નથી અને આગામી દિવસોમાં તેના ભાવ પર કોઈ અસર થશે નહીં.

યાર્ડમાં કેટલી મગફળી પલળી અને કોણ જવાબદાર તો ખેડૂતનું શું કહેવું?

યાર્ડમાં આવેલી મગફળીમાં 25,000 ગુણી યાર્ડમાં હતી, જેમાં 12થી 13,000 ગુણી પલળી હોવાનું કહેવામાં આવે છે. ત્યારે યાર્ડમાં મગફળી લાવનારા વાવડી ગામના ખેડૂત છત્રસિંહે જણાવ્યું હતું કે, 50 ટકા મગફળી પલળી ગઈ છે. નુકસાન (Damage to farmers in Bhavnagar) 60થી 70 ટકા થવાથી ભાવ નીચા આવશે. નુકસાન એવું કે પાણી મગફળી નીચેથી જતું રહ્યું છે. યાર્ડમાં આવેલી મગફળી માટે યાર્ડના તંત્રએ સૂચના (Notice of Bhavnagar Marketing Yard) અગાઉ આપી હતી કે, મગફળી લાવનારા ખેડૂતોની જવાબદારી રહેશે. કારણ કે, માવઠાની આગાહી છે.

12થી 13,000 ગુણી પલળી જતા ખેડુતના મતે 50 ટકા નુકશાન તો યાર્ડના મતે નહીં

50 ટકા ખેડૂતોએ મગફળીને સુરક્ષિત કરી હતી

યાર્ડમાં 50 ટકા ખેડૂતોએ પોતાની મગફળીને સુરક્ષિત કરી હતી. જ્યારે 50 ટકા ખેડૂતો કે દલાલોએ ગંભીરતા લીધી નહતી એટલે તેમની મગફળી પલળી ગઈ હતી. માનવામાં આવે છે કે, મગફળીનો દાણો પલળે તેવો વરસાદ નથી અને બીજી બાબત કે મગફળી પલળતા ભાવ ઘટશે તો સામે પલળેલી મગફળીનું વજન પણ વધી જાય છે એટલે સરકારે નુકસાન માની શકાય નહીં, પરંતુ ખેડૂતો નુકસાન (Damage to farmers in Bhavnagar) 50 ટકા ઉપર કહે છે અને તંત્ર નુકસાન ન હોવાનું જણાવે છે.

આ પણ વાંચો- રાજકોટ બેડી યાર્ડમાં 60 હજાર મગફળીની ગુણ, 26 હજાર મણ કપાસની આવક નોંધાઇ

સૂચના અપાઈ છતાં ખેડૂતોએ ધ્યાન ન આપ્યુંઃ તંત્ર

યાર્ડમાં આવેલા શેડ અગાઉથી ફાળવાઈ ગયા હતા અને સૂચના પણ અપાઈ હોવા છતાં ધ્યાન ન ખેડૂતે આપ્યું કે, ના દલાલો કે વ્યાપારીઓએ પણ તેનું નુકસાન (Damage to farmers in Bhavnagar) ખેડૂત કરતા પ્રજાને માથે જાય છે. મગફળી પલળતા ઉત્પાદન પર અસર થાય અને નુકસાનીવાળી મગફળી નીકળે અને બજારમાં આવતા ભાવ ઊંચા હોય છે એટલે પ્રજાએ તેનો ભાવ ચૂકવવો પડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.