- રાત્રી કરફ્યૂથી વેપારીઓને શું થઈ રહી છે હાલાકી
- વેપારીઓએ રાત્રી કરફ્યૂને આવકાર્યુ
- તંત્રનો સહકાર વેપારીઓને મળી રહે તેવી કરી માંગ
ભાવનગર: જિલ્લામાં વેપારીઓ રાત્રી કરફ્યૂને લઈને શું માની રહ્યા છે તેના વિશે જાણવા ETV BHARATએ વેપારી એસોસિએશનના પ્રમુખ અને વેપારીઓ સાથે વાતચીત કરી હતી. ભાવનગર વોરા બજારના વેપારીઓ રાત્રી કરફ્યૂને લઈને પોતાનો મત રજૂ કર્યો હતો.
આ પણ વાંચો: રાજ્યના વેપારીઓએ કરી આંશિક લોકડાઉનની માગ
ભાવનગરમાં રાત્રી કરફ્યૂને લઈને વેપારીઓનો મત
ETV BHARATએ વેપારીઓ રાત્રી કરફ્યૂને લઈને શું માની રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે. ભાવનગર શહેરની મુખ્ય બજાર એટલે બોરા બજારના વેપારીઓનું એસોસિએશન છે. એસોસિએશન પ્રમુખ સંજય વેગડ અને અન્ય વેપારીઓએ રાત્રી કરફ્યૂને આવકાર્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રાત્રી કરફ્યૂના ઉડ્યા લીરે લીરા, તંત્ર દ્વારા પાલન માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ
ઘરે પહોંચતા સમયે કનડગત રહે નહીં તેવી કરી માગ
વેપારીઓ માની રહ્યા છે કે, કરફ્યૂએ સારી બાબત છે પણ વેપારીને દુકાન બંધ કરીને જતા સમયે ઘરે પહોંચતા કોઈને 5 મિનિટ તો કોઈને 30 મિનિટ તો કોઈને કલાક થતી હોય છે. તેથી આવા સમયમાં ક્યારેક ગ્રાહક આવ્યા હોય અને મોડું થાય તો વેપારીને ઘરે જતા સમયે કનડગત રહે નહીં તેવી માગ જરૂર કરી છે.