ETV Bharat / city

તંત્ર અતિ ઉત્સાહિત, વેક્સિન નહીં લેનારાને પણ આભારનો મેસેજ

ભાવનગર જિલ્લામાં 3 સ્થળો પર અને શહેરમાં 3 સ્થળો પર વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં ભાવનગર તંત્ર અતિ ઉત્સાહમાં આવી ગયું હોય, તેવું લાગી રહ્યું છે. કારણ કે, ભાવનગરમાં કોરોનાની વેક્સિન નહીં લેનારા આરોગ્ય કર્મચારીઓને પણ તંત્રએ વેક્સિન લેવા બદલ આભારનો મેસેજ મોકલ્યો છે.

ETV BHARAT
ભાવનગર તંત્ર અતિ ઉત્સાહિત, વેક્સિન નહીં લેનારાને પણ આભારનો મેસેજ
author img

By

Published : Jan 16, 2021, 11:10 PM IST

Updated : Jan 19, 2021, 5:36 PM IST

  • સમગ્ર દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ
  • ભાવનગરમાં વેક્સિનેશન મુુદ્દે સવાલ
  • વેક્સિનેશન નહીં લેનારાને આભારનો મેસેજ

ભાવનગર: સમગ્ર દેશમાં વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શનિવારે સમગ્ર દેશમાં વેક્સિનેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જે આરોગ્ય કર્મચારીઓએ વેક્સિનેશન કરાવ્યું, તે તમામ કર્મચારીઓને તંત્ર દ્વારા આભારના મેસેજ મોકલવામાં આવ્યા છે, પરંતુ ભાવનગરમાં મેસેજ મોકલવામાં પણ લોલમપોલ ચાલી રહી છે. કારણ કે, ભાવનગરમાં વેક્સિન નહીં લેનારાને પણ આભારના મેસેજ મળ્યા છે.

વેક્સિન નહીં લેનારાને પણ આભારનો મેસેજ

વેક્સિનેશનની સમગ્ર પ્રક્રિયામાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી

ભાવનગર શહેર અને જિલ્લામાં વેક્સિનેશન માટે ભાજપના નેતાઓના ધાડા ઉતર્યા છે. વેક્સિનેશનની સમગ્ર પ્રક્રિયામાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજના સમયે તંત્ર દ્વારા વેક્સિનેશન કરનારાનો આંકડો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તંત્રએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં 409 લોકોને વેક્સિન આપવામાં આવી છે, પરંતુ ETV BHARAT સામે 4થી વધુ કિસ્સા સામે આવ્યા છે. જેમાં વેક્સિન લેવામાં આવી નથી, આમ છતાં તંત્ર દ્વારા તેમને વેક્સિન લેવા બદલ ધન્યવાદનો મેસેજ મળ્યો છે.

ETV BHARAT
મેસેજ

કોણે કોણે લીધી વેક્સિન

ભાવનગર સોનગઢ પીએચસી સેન્ટર પર 71 લોકોને વેક્સિન આપી હોવાનું તંત્રએ જાહેર કર્યું છે, જ્યારે આ સેન્ટરમાં કાર્યરત સંજય પરમારે વેક્સિન લીધી નથી, આમ છતાં તંત્ર દ્વારા તેમને સાંજના 4.44 કલાકે એક મેસેજ આવ્યો છે. જેમાં લખ્યું કે, અભિનંદન ! વેક્સીનેટર hiralben maru દ્વારા આપણે 16-01-2021ના રોજ 04.43 વાગ્યે songadha PHC ખાતે કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ સફળતા પૂર્વક આપવામાં આવ્યો છે.

ETV BHARAT
મેસેજ

પૂછપરછ માટે 1075 પર હેલ્પલાઈન નંબર

સંજય પરમારને મળેલા મેસેજમાં આગળ લખ્યું કે, રસી મેળવ્યા બાદ કોઈપણ પ્રકારની પૂછપરછ માટે 1075 પર અમારી હેલ્પલાઈનનો સંપર્ક કરો. આવો મેસેજ માત્ર સંજયભાઈને નહીં સોનગઢના જનબીજ હડતાળના કર્મચારી સુધા ડાભી, રેખા સોલંકી, પરેશ બુચને પણ મળ્યા છે. તો ભૂલ 1 કે 2 વ્યક્તિમાં હોવાથી 4થી વધુ લોકોને આવો મેસેજ મળતા પ્રશ્ન સરકાર અને હડતાળમાં જોડાયેલા કર્મચારી ઉપરાંત કામ કરતા અધિકારી અને કર્મચારી સામે ઉભો થયો છે કે ગોલમાલ કટુ સત્ય કે પછી લોલમપોલ ?

આરોગ્ય અધિકારીનું નિવેદન

આ અંગે ETV BHARATએ જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાત કરી હતી. જેમાં આરોગ્ય અધિકારી એ.કે.તાવીયાડએ જણાવ્યું હતું કે, તેવું બની શકે નહીં અને જો બન્યું હોઈ તો તપાસનો વિષય છે. કારણ કે, મેસેજ પોર્ટલ સેવાથી થાય છે. આ માટે બની શકે એવા મેસેજ થયા હોય પણ વેક્સિન લીધી ના હોઈ અને મેસેજ આવે તો એ વ્યક્તિને વેક્સિન બાદમાં મળી શકે છે, પરંતુ મેસેજ આવી શકે નહીં.

મેસેજની ઘટના બાદ વેક્સિનેશન કેમેરા સામે થયું તે પણ શંકાના વમળમાં

વેક્સિન લીધી ના હોઈ તેવા એક પછી એક વ્યક્તિઓ સામે આવી રહ્યા છે, ત્યારે જિલ્લામાં વેક્સિન કેમેરા સામે આપવામાં આવી એ વેક્સિન જ હતી કે પછી ? આ શંકાઓ હવે લોકોમાં ઉભી થઈ રહી છે. અહીંયા અમારો ઉદેશ્ય વેક્સિન સામે વિરોધનો નથી, પરંતુ વેક્સિન ખરેખર અસરકારક છે, તો મેસેજ જેવી ઘટના શા માટે બની રહી છે?

Last Updated : Jan 19, 2021, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.