- ભાવનગરની 1951 માં કોલેજ બન્યા બાદ વિકાસ સ્થિર
- કોરોનામાં આયુર્વેદ બન્યું અમૃત સમાન, બાદમાં તેનો વ્યાપ વધ્યો નહિ
- શહેરની એક માત્ર આયુર્વેદ કોલેજનું જૂનું રજવાડાનું બિલ્ડીંગ ખખડધજ હાલતમાં
ભાવનગર: શહેરમાં રજવાડાના સમયમાં વૈધો હતા પરંતુ વૈદ્ય ક્ષેત્રે શિક્ષણ આપવા આઝાદી બાળના સમયમાં પાઠશાળાઓ ન હતી. 1951 બાદ તે સમયના વૈધો દ્વારા વૈદ્યસભા બનાવાઈ અને બાદમાં વૈદ્ય મંડળ બન્યું અને તેમને એક પાઠશાળાનો પ્રારંભ કર્યો, જે વિદ્યાલય એટલે કોલેજમાં 1963 ની આસપાસ અમલમાં આવી હતી. હાલમાં કોરોના સમયમાં અમૃત સાબિત થનાર આયુર્વેદનું મહત્વ લોકોને અને વિશ્વને સમજાયું છે. હવે આયુર્વેદ ક્ષેત્રે શિક્ષણમાં એક ડગલું આગળ ચાલવું જરૂરી બન્યું છે.
ભાવનગર આયુર્વેદ કોલેજની સ્થિતિ અને જૂના બિલ્ડીંગની હાલત ખખડધજ
ભાવનગર શહેરમાં 1963 ની આસપાસ આયુર્વેદ કોલેજ (Ayurveda College) ની સ્થાપના થઇ હતી. વૈદ્યસભના સંચાલકો દ્વારા મંડળ બનાવીને 1951 બાદ ચાર વર્ષ વિદ્યાલય ચલાવવામાં આવી જે વ્યવસ્થિત ચાલ્યા બાદ 1963 આસપાસ વિદ્યાલય સરકારના આવ્યા બાદ બની હતી. આયુર્વેદ કોલેજને પ્રથમ એતિહાસિક બિલ્ડીંગ (Historic building) આપવામાં આવ્યું, જેની રીપેરીંગમાં ધ્યાન નહિ આપતા 2010 થી રજવાડાના સમયનું બિલ્ડીંગ ખખડધજ હાલતમાં છે અને વરસાદનું પાણી પડે છે. સરકારે તેને રિપેરીંગના બદલે બાજુમાં નવું બિલ્ડીંગ બનાવ્યું પણ જૂના બિલ્ડિંગમાં ધ્યાન આપ્યું નથી. નવી બિલ્ડિંગમાં હાલના કોલેજ ચાલી રહી છે પણ જૂનું બિલ્ડીંગ રીપેર થાય તેવી આશા પણ આયુર્વેદ સાથે જોડાયેલા લોકો રાખી રહ્યા છે.
વૈધોના મતે કોરોનામાં અમૃત સાબિત થનાર આયુર્વેદ માટે ભવિષ્યમાં શું જરૂરી
ભાવનગરની સરકારી તાપિબાઈ આયુર્વેદ કોલેજ (Ayurveda College) ના RMO સાથે વાતચીત Etv Bharat દ્વારા કરવામાં આવી હતી. કપિલ પંડ્યાએ જણાવ્યું હતું કે, જૂની બિલ્ડીંગ જર્જરિત હોવાથી બંધ છે અને બાજુમાં નવી બનાવવામાં આવી છે. તેમા કોલેજ ચાલે છે કુલ 75 બેઠક છે અને ચાર વર્ષ અભ્યાસક્રમના છે. કોરોના કાળમાં આયુર્વેદ અમૃત સાબિત થયું છે. ભવિષ્યમાં આયુર્વેદને આગળ ધપાવવા માટે કોલેજમાં પીજીનો કોર્સ શરૂ કરવો જોઈએ, જેથી કરીને આયુર્વેદ ક્ષેત્રે બનતા તબીબો તેમાં સંશોધન કરી શકે અને વિશ્વના ફલક પર કોરોનામાં આયુર્વેદ શ્રેષ્ઠ સાબીટ થયું તેમ શિક્ષણ સ્તર વધારી સંશોધન મારફત વિશ્વના ફલક પર ભારત આવી શકે.
કોલેજના આચાર્યએ કોલેજની સ્થિતિની જણાવી પરિસ્થિતિ
ભાવનગરની જીવણદાસ પ્રભુદાસ સરકારી આયુર્વેદ કોલેજ (Ayurveda College) ના આચાર્ય નરેશ જૈન સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, હાલમાં 75 બેઠકો છે અને 32 નો સ્ટાફ છે. 12 પ્રોફેસર સામે હાલમાં 4 છે. જ્યારે અન્ય રીડર અને લીડર છે જેમનો મળીને કુલ 32નો સ્ટાફ થાય છે પરંતુ હજુ ત્રણથી ચાર વિષયમાં પ્રોફેસર નથી. સરકાર તરફથી તે પૂર્ણ કરવામાં આવે અને વધુ ભરતી થાય તેમજ રાષ્ટ્રીય કક્ષાની આયુર્વેદ કોલેજને મંજૂરી આપતી સંસ્થાના નોમ્સ મુજબની વ્યવસ્થા થાય તો 100 ની બેઠક કરી શકાય તેમ છે. જૂનું બિલ્ડીંગ 2010 થી બંધ હાલતમાં છે. બીજા માળ બેસી જવાને કારણે અને વરસાદી પાણીને કારણે હાલાકી હોવાથી બંધ કરવામાં આવી હતી. 2010 થી જૂનું બિલ્ડીંગ બંધ હાલતમાં જ છે. યુનિવર્સિટી થાય તેવી શક્યતા નથી. કારણ કે તેના માટે જમીન વિસ્તાર હોવો જોઈએ જે નથી.
ભાવનગરની વૈધોની વેધ સભાનો કોલેજ અને યુનિવર્સીટીનો મત
ભાવનગરની એક માત્ર સરકારી આયુર્વેદ કોલેજ (Ayurveda College) ને પગલે ETV BHARAT એ વૈદ્યસભાના ઉપપ્રમુખ ડો. માધવી પટેલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, કોલેજમાં પ્રોફેસરોની ઘટ હોય તો તેને પૂરવી જોઈએ. યુનિવર્સિટી માટે કોઈ શક્યતા નથી. કોરોના કાળમાં આયુર્વેદ ખૂબ ફાયદાકારક બન્યું છે, ત્યારે શહેરમાં બીજી સરકારી આયુર્વેદ હોસ્પિટલ હોવી જરૂરી છે. આયુર્વેદ ક્ષેત્રે નર્સ ડોક્ટરોને ઉજળી તકો મળી શકે છે. આયુર્વેદની દવા કુદરતી હોવાથી તેને લઈને બીજી હોસ્પિટલો બને તો દવાઓ આપોઆપ સસ્તી થશે અને લોકોને તેનો ઉપચાર પણ મળશે.