- પાલીતાણા નગરપાલિકાની ચૂંટણીનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો
- કોંગ્રેસ પાર્ટીના 29 મેન્ડેટ ફાડી નાખ્યાનો મામલો
- આજે મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી
ભાવનગર: પાલિતાણા નગરપાલિકાની ચૂંટણીનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવતા હાઇકોર્ટમાં કોંગ્રેસ દ્વારા મેન્ડેટ ફાડી નાખવાના મામલે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.
અસામાજિક તત્વો દ્વારા મેન્ડેટ ફાડી નાખવામાં આવ્યા હતા
ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે હાઇકોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસના મેન્ડેટ સ્વીકારની બાહેંધરી આપી હતી. જે મામલે પાલિતાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, અસામાજિક તત્વો દ્વારા મેન્ડેટ ફાડી નાખવામાં આવ્યા હતા. જેને લઈને કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.
હાઇકોર્ટએ ચૂંટણી કમિશનરની ટકોર કરી
જે નિર્ણયને હાઇકોર્ટે ચૂંટણી કમિશનરની ટકોર કરીને મેન્ડેટ સ્વીકારવામાં આવશે તેવી ચૂંટણી કમિશનરને બાંહેધરી આપી હતી. ત્યારે પાલિતાણાની જનતાનો વિજય થયો છે તેવો વિશ્વાસ ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે વ્યક્ત કર્યો હતો. જોકે, આ મામલે પાલિતાણા ચૂંટણી અધિકારીની પણ પ્રતિક્રિયા સામે આવી ચૂંટણી અધિકારી એ જણાવ્યું હતું કે, હજુ સુધી ચૂંટણી કમિશન કે હાઇકોર્ટમાંથી કોઈ પ્રકારની સુચના આવી નથી. સુચના આવશે એટલે તરત જ અમલવારી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.