ETV Bharat / city

હીરા ઉદ્યોગનું જેમ્સ એન્ડ જવેલરી પાર્કનું સપનું સપનું જ રહ્યું અને શાસકમાં બેઠેલા શબ્દ પણ ઉચ્ચારતા નથી - Diamond Association Bhavnagar

ભાવનગર શહેરને જેમ્સ એન્ડ જવેલરી પાર્ક આપવાની રાજકીય પક્ષની જાહેરાત બાદ સત્તામાં આવ્યા પછી પણ હીરા ઉદ્યોગનું જેમ્સ એન્ડ જવેલરી પાર્ક સપનું જ બની (gems and jewelery park of diamond industry) રહી ગયું છે. હાલમાં ડાયમંડ એસોસિયેશન ઉત્સુક છે કે, અધિકારી પદાધિકારી ઇચ્છાશક્તિ દર્શાવે તો હજુ સમય છે પણ જાણો શુ છે પરિસ્થિતિ.

http://10.10.50.85:6060///finalout4/gujarat-nle/finalout/05-February-2022/14383229_dimond.mp4

author img

By

Published : Feb 5, 2022, 10:42 PM IST

ભાવનગર: ભાવનગર શહેર હીરાનું હબ છે, ત્યારે 15 વર્ષ પહેલાં (diamond industry) આ ઉદ્યોગ જેમ્સ એન્ડ જવેલરી પાર્કની જાહેરાત કરનાર (gems and jewelery park of diamond industry) રાજકીય પક્ષની જાહેરાતમાં ખુશખુશાલ હતો. વર્ષો પછી ના જેમ્સ એન્ડ જવેલરી પાર્ક બન્યો કે ના ડાયમંડ પાર્ક બન્યો તેવામાં રાજકીય પક્ષોને આ જાહેરાત પછી શું થયું તેનો (gems and jewelery park become dream come true)પણ ખ્યાલ નથી. વિપક્ષે વાર કરવાનું ચૂક્યું નથી અને શાસકમાં બેઠેલા કોઈ શબ્દ ઉચ્ચારતા નથી.

હીરા ઉદ્યોગનું જેમ્સ એન્ડ જવેલરી પાર્કનું સપનું સપનું જ રહ્યું અને શાસકમાં બેઠેલા શબ્દ પણ ઉચ્ચારતા નથી

આ પણ વાંચો: ભાવનગરના નામચીન હીરાની પેઢીનું બિલ્ડીંગ ફાયર વિભાગે કર્યું સિલ

શુ છે જેમ્સ એન્ડ જવેલરી પાર્ક અને શું જાહેરાત થઈ હતી

ભાવનગર સુરત પછીનું હીરા વ્યવસાયમાં અગ્રેસર (diamond hub Bhavnagar) શહેર છે. ભાવનગરમાં જેમ્સ એન્ડ જવેલરી પાર્ક (Gems & Jewelery Park in Bhavnagar)બનાવવા ભાજપના પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. આથી વિકાસનો માર્ગ જોતા હીરાના વ્યવસાયકારોમાં આનંદ છવાયો હતો. ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિયેશનના (Diamond Association Bhavnagar ) પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે, જેમ્સ એન્ડ જવેલરી પાર્ક માટે અનેક રાજકીય સ્તરે અને મહાનગરપાલિકાને પણ વારંવાર મળતા રહ્યા છીએ. મહાનગરપાલિકાના અધિકારીઓ કે પદાધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી. જહાંગીર મિલની જગ્યા આપે તો પણ અમે જેમ્સ એન્ડ જવેલરી નહિ તો ડાયમંડ પાર્ક બનાવીશું પણ કોઈ રિસ્પોન્સ મળતો નથી.

વિપક્ષનો વાર અને મહાનગરપાલિકાના પદાધિકારીનો જવાબ

ભાવનગર જિલ્લામાં અનેક યોજનાઓને ચૂંટણી એજન્ડો બનીવી હતી. કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 15 વર્ષ પહેલાના હીરા ઉદ્યોગને ચૂંટણીમાં પોતાની તરફ કરવા મોટી મોટી જેમ્સ એન્ડ જવેલરી, કલ્પસર જેવી વાતો કરી પણ હકીકતમાં આ લોકોને પ્રજાના કાર્યો કરવામાં કોઈ રસ નથી, જ્યારે મેયર કીર્તિબેન દાણીધરીયાને પૂછતાં ટેલિફોનિક વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે, જેમ્સ એન્ડ જવેલરીની મને 15 વર્ષ પહેલાંની ક્યાંથી ખબર હોય છતાં તમે અધિકારી સાથે વાતચીત કરી લ્યો કે તેમાં કશું થયું છે કે નહીં.

આ પણ વાંચો: સુરતની એક કમ્પનીએ તૈયાર કરી 20 લાખની હીરા જડિત છત્રી

જેમ્સ એન્ડ જવેલરી જેવો પાર્ક નહિ થવાથી કેમ સ્થળાંતર

ભાવનગર જિલ્લામાં હાલમાં 2થી 3 લાખ લોકો રોજગારી મેળવી રહ્યા છે. 3 હજાર જેટલા નાના મોટા કારખાનાઓ ચાલે છે, તો 2 હજાર જેટલી ઓફિસો એસોટિંગની ચાલી રહી છે. ભાવનગરમાં હીરા ઉદ્યોગનો વિકાસ નહિ થવાથી લોકો સુરત સ્થળાંતર કરી રહ્યા છે. જેમ્સ એન્ડ જવેલરી પાર્ક બને તો સ્થળાંતર રોકાય અને ડાયમંડનું જવેલરી સાથેના જોડાણ ક્ષેત્રનો વિકાસ થઇ શકે તેમ ડાયમંડ એસોસિયેશન પ્રમુખે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.