- દિલ્હીથી ભાવનગર સુધીની પ્રથમ ફ્લાઇટ શુક્રવારે આવી
- ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય અને મુખ્યપ્રધાન રૂપાણીએ ભાવનગરથી ઉદ્ઘાટન કર્યું
- દિલ્હીથી આવનારી પ્રથમ ફ્લાઇટને વોટર સેલ્યુટ આપવામાં આવ્યું
ભાવનગર : આજે 20 ઓગસ્ટથી ભાવનગરના લોકોની સેવામાં દિલ્હીની ફ્લાઇટ શરૂ થઈ છે. ત્યારે સાંસદ ભારતી શિયાળ પણ શુક્રવારે દિલ્હીથી આવનાર પ્રથમ ફ્લાઈટમાં ભાવનગર આવ્યા હતા. આ દરમિયાન ફ્લાઇટને વોટર સેલ્યુટ પણ આપવામાં આવ્યું હતું. આ બાદ ભાવનગરથી 30 મીનિટ બાદ ફ્લાઈટ મુંબઇ માટે રવાના થઈ હતી. દિલ્હીની ફલાઈટનું કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય, મુખ્યપ્રધાન રૂપાણી સહિતના નેતાઓ દ્વારા વર્ચ્યુલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
-
Inauguration of SpiceJet flight from Bhavnagar. https://t.co/1lYjF2UHW6
— Vijay Rupani (@vijayrupanibjp) August 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Inauguration of SpiceJet flight from Bhavnagar. https://t.co/1lYjF2UHW6
— Vijay Rupani (@vijayrupanibjp) August 20, 2021Inauguration of SpiceJet flight from Bhavnagar. https://t.co/1lYjF2UHW6
— Vijay Rupani (@vijayrupanibjp) August 20, 2021
ભાવનગરને મળી દિલ્હીની ફ્લાઇટ
ભાવનગર શહેરમાં એક માત્ર મુંબઈની નિયમિત ફલાઇટ હતી, પરંતુ હવે 20 ઓગસ્ટથી દિલ્હીની ફલાઇટ શરૂ થઈ છે. આથી, ભાવનગરથી દિલ્હી સુધી સીધું દિલ્હી જઇ શકાશે. દિલ્હીથી આવનાર ફલાઇટ સવારમાં ભાવનગર આવી હતી અને 30 મીનિટ બાદ મુંબઇ રવાના થઈ હતી અને બપોરે મુંબઈથી પરત ફરી દિલ્હી રવાના થશે. દિલ્હીની ભાવનગરથી દિલ્હી ફલાઈટનું કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય, મુખ્યપ્રધાન રૂપાણી સહિતના નેતાઓ દ્વારા વર્ચ્યુલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.