ETV Bharat / city

ભાવનગર મહાનગરપાલિકાનો કાર્યાકાળ પૂર્ણ, કોંગ્રેસ-ભાજપ પોતાના કાર્યાલય ખાતે પ્રજાના પ્રશ્નો સાંભળશે

author img

By

Published : Dec 13, 2020, 6:37 PM IST

ભાવનગર મહાનગરપાલિકામાં શાસન પૂર્ણ થયું છે. જેથી આવતી કાલે સોમવારથી ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ પોતાના કાર્યાલયે જનતાના પ્રશ્નો સાંભળીને સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરશે.

ETV BHARAT
કોંગ્રેસ-ભાજપ પોતાના કાર્યાલય ખાતે પ્રજાના પ્રશ્નો સાંભળશે
  • ભાવનગર મહાનગરપાલિકાનો કાર્યકાળ પૂર્ણ
  • ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષ પ્રજાના પ્રશ્નો સાંભળશે
  • બન્ને પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારી શરૂ

ભાવનગરઃ શહેરમાં મહાનગરપાલિકાનો કાર્યકાળ આજે રવિવારે પૂર્ણ થયો છે. જેથી આવતીકાલ સોમવારથી અધિકારી રાજ શરૂ થશે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ 14 ડિસેમ્બરથી પ્રજાના પ્રશ્નો સાંભળવાનું શરૂ કર્યું છે. જેથી ETV BAHARATની ટીમે ભાવનગર ભાજપ શહેર પ્રમુખ અને કોંગ્રેસ શહેર પ્રમુખ સાથે EXCLUSIVE વાતચીત કરી છે.

ભાજપ પ્રજાના પ્રશ્નો સાંભળશે

ભાજપ સાંભળશે પ્રજાના પ્રશ્નો

ભાવનગર મહાનગરપાલિકાના શાસનના પાંચ વર્ષ 13 ડિસેમ્બરના રોજ એટલે આજે પૂર્ણ થઈ ગયા છે, ત્યારે આગામી ચૂંટણીમાં પક્ષની ભૂમિકા પ્રજા તરફી હોવાનો અહેસાસ કરાવવા લોક પ્રશ્ન હવે નગરસેવકો, મેયર વગેરે ભાજપ કાર્યાલય પર સાંભળશે. આ સાથે જ ભાજપ કાર્યલયથી લોકોની સમસ્યા દૂર કરવાના પ્રયાસ પણ ભાજપ કરશે. આ ઉપરાંત પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે ગત વર્ષની નગરસેવકની ટીમ ભાજપ કાર્યાલય પર સવાર અને સાંજ હાજર રહેશે.

કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો સાંભળશે

કોંગ્રેસ પણ લોક પ્રશ્ન પોતાના કાર્યાલય પર સાંભળશે

મહાનગરપાલિકામાં વિપક્ષમાં રહેલું કોંગ્રેસ પ્રજાના પ્રશ્ન સાંભળવામાં બાકાત નથી. આ અંગે કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાંજે 4થી 6 કોંગ્રેસ કાર્યાલય પર પ્રજાના પ્રશ્નો સાંભળશે. આ સાથે જ કોંગ્રેસ પ્રજાની સમસ્યા દૂર કરવાના પ્રયાસ કરશે. કોંગ્રેસ પક્ષ તરફથી વિરોધ પક્ષના નેતા સહિત 18 નગરસેવકો પ્રજાના પ્રશ્નો સાંભળશે.

ચૂંટણીને લઈને બન્ને પક્ષની તૈયારી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપ પેજ પ્રમુખ સુધીની નિયુક્તિ માટે તૈયારી આદરી ચૂક્યું છે. આગામી દિવસોમાં ભાજપ વિકાસના કરેલા કામો અને મોદીજીના શાસનની વિકાસની વાતુ સાથે મેદાનમાં ઉતરવાનું છે, જ્યારે કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ અને મોંઘવારીના મુદ્દે મેદાનમાં ઉતરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.