ETV Bharat / city

સુરકાની દીકરીઓએ ઘુમાવી તલવાર તો શિક્ષણપ્રધાન Jitu waghani એ પણ હરખમાં તલવાર ઘુમાવી - જીતુ વાઘાણીની તલવારબાજી

ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીનું ( education minister Jitu waghani ) તેમના ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બળદગાડામાં સ્વાગત સાથે દીકરીઓ તલવારો ફેરવી હતી. આ જોઈ હરખાઇને જીતુવાઘણીએ પણ તલવાર ફેરવી હતી.

સુરકાની દીકરીઓએ ઘુમાવી તલવાર તો શિક્ષણપ્રધાન Jitu waghani એ પણ હરખમાં તલવાર ઘુમાવી

author img

By

Published : Nov 9, 2021, 5:41 PM IST

  • શિક્ષણપ્રધાન જીતુભાઇ વાઘાણીનું તેમના ગામમાં ભવ્ય સ્વાગત
  • દીકરીઓએ તલવાર ફેરવી તો પ્રભાવિત થઇ શિક્ષણપ્રધાને પણ ફેરવી
  • વાઘાણીએ પહેલા એક હાથે પછી બે હાથે ફેરવી તલવાર

ભાવનગરઃ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને હાલમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી ( education minister Jitu waghani ) પોતાના માદરે વતન નાના સુરકા ગામે પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના કેબિનેટપ્રધાન બન્યા બાદ દિવાળીના દિવસોમાં પોતાના વતન આવતાં ગામલોકોએ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણપ્રધાન Jitu waghani સુરકાની દીકરીઓની તલવારબાજી જોઈ પ્રભાવિત થતા તેમણેે પણ હાથમાં તલવાર લઈને સમળી હતી. લોકોના ટોળા વચ્ચે વાઘાણી પહેલાં એક હાથે તલવાર સમળી બાદમાં બે તલવાર બે હાથે લઈને કરતબ કર્યા હતા. આ જોઈ ગામલોકોમાં ઉત્સાહ વધ્યો હતો.

વતન સુરકામાં જીતુ વાઘાણીનું હરખભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

જીતુ વાઘાણીને વતનમાં વધાવવા કોણે કર્યું સ્વાગત

કૃષિકાર પુત્ર એવા વાઘાણીનું ( Jitu waghani ) ગામલોકોએ શણગારેલા બળદગાડામાં ગામમાં ફેરવી હવે ભવ્ય આવકાર આપ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ તેમને આશીર્વાદ આપ્યાં હતાં. વાઘાણીને આવકારવા માટે ધારાસભ્ય કેશુ નાકરાણી અને જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પરપ્રાંતીયો અસુરક્ષિત હોવાનું કહેતાં Raghu Sharma ની માનસિક સ્થિતિ ખરાબ, હોસ્પિટલમાં સારવાર માટે મદદ કરીશ : પ્રદીપ પરમાર

આ પણ વાંચોઃ ભાવનગરના બોરતળાવ પર થનારી છઠપૂજા દરમિયાન પોલીસની એક ટીમ રહેશે તૈનાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.