- મગફળીમાં ટેકાની ખરીદીમાં નીરસતા, ઓછા ભાવ જવાબદાર
- 1110 ટેકાના ભાવે ખરીદી તો ખુલ્લા બજારમાં 1150-1500 સુધી ભાવ
- જિલ્લાના 5 પૈકી 3 કેન્દ્રમાં 50માંથી 25 આવે છે તો બેમાં 5 થી 7 ખેડૂત
ભાવનગરઃ જિલ્લામાં ખેડૂતોએ મગફળીનું ( Peanut Crop ) ઉત્પાદન બીજા નમ્બર પર કર્યું હતું. કપાસ બાદ જિલ્લામાં મગફળીનું વાવેતર ચોમાસામાં થયા બાદ મગફળી બજારમાં આવતા ખુલ્લી બજારમાં ભાવ ટેકાના ભાવ કરતા ખૂબ ઊંચા મળી રહ્યા છે. સરકારમાં રજિસ્ટ્રેશન ટેકાના ભાવે મગફળી વેહચવા મોટા પાયે થયું છે પરંતુ ખેડૂતોને ( Bhavnagar Farmers ) ટેકાના ભાવ ખૂબ ઓછા લાગી રહ્યા છે. જોઈએ ટેકાના ભાવે ખરીદીની ( Groundnut MSP ) પરિસ્થિતિ.
ભાવનગર જિલ્લાના 5 કેન્દ્રોમાં કેટલું રજિસ્ટ્રેશન
ભાવનગર જિલ્લામાં ભાવનગર, તળાજા, મહુવા,પાલીતાણા અને ગારીયાધારમાં કેન્દ્રો ( Purchase of peanuts ) રાખવામાં આવ્યા છે. પુરવઠા અધિકારી ચુડાસમાએ જણાવ્યું કે આ પાંચ કેન્દ્રોમાં 6096 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 17 નવેમ્બરથી ખરીદી શરૂ કર્યાને હજુ સુધી 230 જેટલા ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવ્યા છે. જેમાંથી આવ્યા માત્ર 86 ખેડૂતો છે જેમાં 36 સેમ્પલ રિજેક્ટ થયા છે અને માત્ર 50 ખેડૂતોની 1195 કવીંટલ ખેડૂતોની મગફળીની ખરીદી ( Groundnut MSP ) થઈ છે. આગામી એક માસમાં સંપૂર્ણ ખરીદી પૂર્ણ કરી દેવામાં આવશે. હાલમાં જગ્યાના અભાવે જરૂરિયાત મુજબ ખેડૂતોને ( Bhavnagar Farmers ) બોલાવવામાં આવી રહ્યા છે. પાંચમાંથી ભાવનગર અને ગારીયાધારમાં રોજના 50 ખેડૂતને બોલાવવામાં આવતા માત્ર 5 થી 7 ખેડૂત આવી રહ્યા છે જ્યારે અન્ય 3 કેન્દ્રોમાં 25 જેટલા ખેડૂતો આવી રહ્યા છે.
ખેડૂતોએ ટેકાના ભાવને ઓછા ગણાવ્યાં
ભાવનગર જિલ્લામાં 1.19 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતોને ખુલ્લા બજારમાં ભાવ 1041 થી લઈને 1500 સુધી મળી રહ્યા છે. ત્યારે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સરકાર ટેકાના ભાવે વેચવા એસએમએસ કરીને જાણ કરવા છતા ખેડૂતો આવી રહ્યા નથી. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ સારા ભાવ મળતા ખેડૂતો ( Bhavnagar Farmers ) ખુલ્લી બજારમાં વેેચી આવે છે. સરકારના ભાવ ખેડૂતોને ખૂબ ઓછા લાગી રહ્યા છે ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા કુક્કડ ગામના રામદેવસિંહે જણાવ્યું હતું કે ટેકાના ભાવ સરકારે વધારવા જોઈએ. સરકાર મગફળીમાં 1110 આપે છે જ્યારે ખુલ્લા બજારમાં 1150 થી શરૂઆત થાય છે. કપાસમાં પણ ટેકાના ભાવ ( Groundnut MSP ) વધારવા જોઈએ. કારણ કે સરકાર 1250 આપે છે. ખુલ્લા બજારમાં કપાસના 1700 મળી રહ્યા છે. ગયા ચોમાસામાં શરૂઆતમાં વરસાદ ઓછો હતો અને બાદમાં પાછળથી વરસાદ આવતા ઉત્પાદન ઓછું છે એટલે ખેડૂતોને માત્ર મજૂરી નીકળશે.
આ પણ વાંચોઃ Junagadh Farmar : ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાને અયોગ્ય અને મુશ્કેલ, MSP વધારવાની માગ કરતાં ખેડૂતો
આ પણ વાંચોઃ આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, રાજકોટમાં પ્રથમ દિવસે જ જોવા મળ્યો નિરુત્સાહ