ભાવનગર : ભાવનગર જિલ્લામાં ગાયોમાં લમ્પીને પગલે રસીકરણ થઈ રહ્યું છે. જિલ્લામાં લમ્પી વાયરસને નાથવા પશુપાલન વિભાગ મહેકમની ઘાટ વચ્ચે રાત દિવસ કામ કરી રહ્યા છે. હવે રસી બાદ માલઢોર સ્વસ્થ નહીં થતા પશુપાલકોએ અંધશ્રદ્ધાનો સહારો પર પડ્યા છે. જિલ્લામાં કુલ લંપીના કુલ 747 કેસો છે, ત્યારે શું અંધશ્રદ્ધા (Lumpy Andhashraddha) અને શું કહે છે અધિકારી જાણો.
પશુધન અને લમ્પી વાયરસ - ભાવનગરના 10 તાલુકામાંથી એક તાલુકો છોડીને 9 તાલુકામાં લમ્પીને લઈને કેસો નોંધાયા છે. ભાવનગર જિલ્લામાં 2.26 લાખ ગાયો છે. ગાયોના વર્ગમાં જ લમ્પી વાયરસ મળી આવ્યો છે, ત્યારે 2.26 લાખમાંથી 747 ગાયો હાલમાં (Lumpy Skin Disease in Cattle) લમ્પીથી બીમાર છે. જ્યારે 74 ગાયોના મૃત્યુ થઈ ચૂક્યા છે. 119 ગામમાં જિલ્લામાં લમ્પીના કેસો નોંધાયા છે. જિલ્લામાં ગાય, ભેંસ, ઘેટાં અને બકરા જેવા મળીને કુલ 7.60 લાખ પશુઓ છે, પરંતુ લમ્પી માત્ર ગાય વર્ગના એટલે વાછરડા, ખૂટમાં ફેલાઈ રહ્યો છે.
આ પણ વાંચો : હવે દેશી ઉપચારથી પણ લમ્પી વાઈરસને હરાવી શકાશે! સંતે આપી સલાહ
ક્યાં તાલુકામાં લમ્પીની અસર અને રસીકરણ કુલ - ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં જોઈએ તો સૌથી વધુ ગારીયાધાર, ઉમરાળા અને સિહોર તાલુકાનો સમાવેશ થાય છે. ઉમરાળામાં 254, ગારીયાધાર 228 અને સિહોરમાં 118 લમ્પીના કેસો નોંધાયેલા છે. જિલ્લામાં (Lumpy Virus Cow) લમ્પી વાયરસની રસી એક અઠવાડિયા પહેલા આવતા 2.26 લાખ ગાય વર્ગ પૈકી 83168 પશુઓને રસીકરણ થયું છે. જ્યારે 1,42,832 ગાયોમાં હજુ રસી બાકી છે. ગોટપોક્સ અને સિપપોક્સ નામની રાય હાલમાં લમ્પીની આપવામાં આવી રહી છે. આ રસીકરણ એક અઠવાડિયામાં 100 ટકા થવાની પ્રાથમિક માહિતી પશુપાલન અધિકારીએ આપી હતી.
અંધશ્રદ્ધામાં પશુપાલકો - ભાવનગર જિલ્લામાં ગાયોમાં લમ્પીને પગલે રસીકરણ થઈ રહ્યું છે, ત્યારે અગાઉ કેવા રોગમાં કેવી રસી નિયમિત દર વર્ષે મુકવામાં આવે છે. પશુમાં ખરવો અને ગળસુંધા જેવા રોગમાં દર વર્ષએ રસી મૂકવામાં આવે છે, ત્યારે પશુમાં લમ્પી વાયરસ (Lumpy Disease in Cattle) માણસમાં કોરોના વાયરસ સમાન છે, એટલે કે નવો વાયરસ છે જે ગત વર્ષે જોવા મળ્યો પણ ફેલાયો ન હતો. પરંતુ આ વર્ષે રૂપ બદલતા વકર્યો છે અને ઘાતક બન્યો છે. જિલ્લામાં ઉમરાળા પંથકમાં વધુ લમ્પીના કેસો છે ત્યારે રંઘોળા જેવા ગામમાં હજુ અંધશ્રદ્ધા સામે આવી હોવાનું પશુપાલન અધિકારીએ જણાવ્યું છે.
આ પણ વાંચો : જિલ્લાના પશુધનમાં લમ્પી રોગની એન્ટ્રી, સારવાર અને સર્વેની કામગીરી થઈ શરૂ
અંધશ્રદ્ધાને લઈને અધિકારીઓની અપીલ - કલ્પેશ બારૈયા પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું કે, લમ્પીની રસી મુક્યા બાદ 15 કે 21 દિવસે અસર બતાય છે. રંઘોળા ગામમાં 800 પશુ છે 600નું રસીકરણ થયા બાદ પશુના છતાં લમ્પી આવતા હવે પશુપાલકો સારવારથી (Lumpy Skin Vaccine) મોઢા ફેરવી રહ્યા છે. દાણા અને ચાંદલામાં માનીને આશા સેવી રહ્યા છે કે પશુ સ્વસ્થ થશે. પશુપાલન અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે અંધશ્રદ્ધામાં માલઢોરની જિંદગીનો સોદ ન થવો જોઈએ તેવી અપીલ ETV BHARAT મારફત કરી હતી.