ભાવનગર: ભાવનગર જિલ્લામાં ઉનાળું પાક (Summer Crop Cultivation In Bhavnagar)માં વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં આવેલા સિંચાઈના ડેમો (Irrigation dam in bhavnagar)ના પાણીના પગલે અને તળના પાણીના માપથી ઉનાળુ વાવેતર ખેડૂતો કરતા હોય છે. જિલ્લામાં સૌથી વધુ વાવેતર મહુવા (Summer Crop Planting In Bhavnagar) અને તળાજામાં થતું આવ્યું છે ત્યારે આ વર્ષે ઉનાળામાં વાવેતર બમણા કરતા વધી ગયું છે. જિલ્લામાં ઉનાળુ પાકમાં બાજરી, તલ, મગફળી અને ડુંગળીનો વધારો થયો છે.
2022માં ઉનાળુ વાવેતર 56 હજાર હેકટરમાં થયું- ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા તાલુકામાં વધુ વાવેતર થયું છે. વાવેતર બમણા કરતા પણ વધ્યું છે. ભાવનગર જિલ્લામાં કુલ સાડા ચાર લાખ હેક્ટર વાવેતરની જમીન (Land of cultivation In Bhavnagar) છે. ઉનાળામાં વાવેતર છેલ્લા 3 વર્ષની સરખામણીએ વધી ગયું છે. જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી (district agriculture officer bhavnagar) અશોક પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઉનાળુ વાવેતર દર વર્ષે 32થી 33 હજાર હેક્ટરમાં થતું હતું. પરંતુ ગત વર્ષમાં પાછોતરા વરસાદ (Rain In Bhavnagar)ના કારણે પિયત મળવાથી આ વર્ષે 2022માં ઉનાળુ વાવેતર 56 હજાર હેક્ટરમાં થયું છે એટલે કે 70 ટકા વાવેતર વિસ્તાર વધ્યો છે.
આ પણ વાંચો: Marketing Yard Onion Income : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ડુંગળીના યોગ્ય ભાવથી વંચિત
મહુવા અને તળાજા તાલુકામાં વાવેતર વધ્યું- ભાવનગર જિલ્લામાં 3 વર્ષમાં વધેલા ઉનાળુ વાવેતરમાં જોવા જઈએ તો મહુવા અને તળાજા તાલુકામાં વાવેતર વધ્યું છે. ભાવનગરના 10 તાલુકા પૈકી મહુવા તાલુકાને માલણ ડેમ અને તળાજાને શેત્રુજી ડેમ (shetrunji river dam)નું પિયતનું પાણી મળી રહેવાથી વધુ વાવેતર થઈ રહ્યું છે. કુલ વાવેતર 56 હજાર હેક્ટરમાં થયું છે.
મહુવા તળાજામાં પાક પ્રમાણે વાવેતર
તાલુકો | બાજરી | તલ | મગફળી | ડુંગળી |
મહુવા | 2704 | 1162 | 2478 | 4295 |
તળાજા | 3921 | 2949 | 4293 | 15399 |