ETV Bharat / city

ચૂંટણીમાં આહિર સમાજને સ્થાન ન અપાયું હોવાનાં આક્ષેપો સાથે ભાવનગર કોંગ્રેસ પ્રમુખને રજૂઆત - bhavnagar

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી પ્રથમ યાદી બાદ સામાન્ય વિરોધને બાદ કરતા કોઈ મોટો બળવો જોવા મળ્યો નથી. પરંતુ આહિર સમાજનાં યુવાનોએ ચૂંટણીમાં આહિર સમાજને સ્થાન ન અપાયું હોવાનાં આક્ષેપો સાથે મોટી સંખ્યામાં શહેર કોંગ્રેસ કાર્યાલય પહોંચીને કોંગ્રેસ પ્રમુખ સાથે વાર્તાલાપ કરીને માંગ કરી હતી.

ચૂંટણીમાં આહિર સમાજને સ્થાન ન અપાયું હોવાનાં આક્ષેપો સાથે ભાવનગર કોંગ્રેસ પ્રમુખને રજૂઆત

author img

By

Published : Feb 3, 2021, 11:11 AM IST

  • ચૂંટણી અગાઉ જ કોંગ્રેસ પક્ષમાં વિરોધનાં વાદળો ઘેરાયા
  • કોંગ્રેસમાં આહિર સમાજની અવગણના કરાઈ હોવાનાં આક્ષેપો
  • આહિર સમાજને પક્ષમાં યોગ્ય સ્થાન આપવા માટે કરાઈ રજૂઆત

ભાવનગર: શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે રોષ વિરોધ અને માંગણીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં આહિર સમાજને સ્થાન ન અપાયું હોવાનાં આક્ષેપો સાથે આહિર સમાજના યુવાનો કોંગ્રેસ કાર્યાલય દોડી ગયા હતાં અને શહેર પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કરીને રજૂઆત કરી હતી.

આહિર સમાજનાં યુવાનો કોંગ્રેસ કાર્યાલય દોડી ગયા હતા

ભાવનગર શહેરમાં કોંગ્રેસે 21 નામો ઉમેદવારના જાહેર કરી દીધા છે. ત્યારે ટિકિટ માટે નહીં પરંતુ પક્ષમાં આહિર સમાજને કોઈ સ્થાન ન મળ્યું હોવાનાં આક્ષેપો સાથે આહિર સમાજનાં યુવાનોનું ટોળું કોંગ્રેસ કાર્યાલય પર દોડી ગયું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખને આહીર સમાજનાં લોકોએ સવાલોની છડી ચલાવીને માંગો કરી હતી. તેઓનાં પ્રશ્નોમાં ભાવનગર કોંગ્રેસ તેમજ અન્ય પાંખોનાં એક પણ પદ ઉપર આહિર સમાજનાં યુવાનોને સ્થાન આપવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.